કોન્ટ્રાક્ટરોના પાપે વડોદરાની ભોળી જનતાને ભોગવવું પડે છે તેવા કિસ્સા રોજે રોજ બહાર આવી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરે કરેલી તકલાદી કામનો નમુનો ફરી એક વાર બહાર આવ્યો છે.
વાઘોડીયા મેઇન કોડ પ્રભુનગર પાસે જે પાણીની લાઇન નાખીને જોડાણ કરવામા આવ્યુ છે અને વાલ્વ નાખવા માટે મોટો ખાડો કરવામાં આવ્યો હતો પણ તે ખાડામા માત્ર માટી થી પુરાણ કરીને કોઇ પણ જાતનુ મેટલીંગ વિના ડામરમાલ નાખીને ખાડો પૂરવામા આવ્યો છે. આવા બેદરકારીભર્યા કામના લીધે ભારદારી વાહનોની અવરજવર થી રોડ બેસવા માંડ્યો છે..અને શક્ય છે કે કદાચ નીચેનો વાલ્વ ભારે વાહનોથી ટૂટી પણ જાય.
કોન્ટ્રાક્ટરે પોતાની રીતે તકલાદી કામ કરીને વેઠ ઉતારી દીધી છે પણ સવાલ એ છે કે આ પ્રકારના જ્યારે કામો થતાં હોય ત્યારે પાણી પુરવઠા વિભાગનો સ્ટાફ આવી કામગીરી બાબતે કેમ સાઇટ ઉપર હાજર નથી રહેતો? કોઇની રોકટોક વગર અધિકારીઓના આશિર્વાદથી ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો ગુણવત્તાવગરની અને તકલાદી કામો કરી રહ્યા છે
Reporter: admin