તાજેતરમાં રાજ્યમાં 9 જેટલી નવી મહાનગરપાલિકાની રચના કરાઇ છે જે પૈકી આણંદ મહાનગરપાલિકાની પણ રચના કરાઇ છે. આણંદ મહાનગરપાલિકામાં વિવિધ કામો માટે વડોદરા મહાનગરપાલિકાના 9 અધિકારીઓને માર્ગદર્શક તરીકે મૂકવામાં આવ્યા છે. આ માટે શહેરી વિકાસ મંત્રાલયે આજે આદેશ જારી કર્યો હતો.
આદેશ મુજબ શહેરના સિટી એન્જિનીયર અલ્પેશ મજમુદારને આણંદ મનપામાં પાણી, રસ્તા, એસટીપી તથા વિકાસના કામોનું આયોજન અને સુપરવીઝન તથા રાજ્ય અને કેન્દ્રની યોજનાની અમલવારી માટે માર્ગદર્શકની જવાબદારી સોંપાઇ છે
જ્યારે પાલિકાના ચીફ મેડીકલ ઓફિસર ડો.દેવેશ પટેલને આણંદ મનપામાં આરોગ્ય અને પબ્લીક હેલ્થ બાયલોઝની જવાબદારી સોંપાઇ છે. ન્યુનિ સેક્રેટરી ચિંતન દેસાઇને સેક્રેટરી શાખા, સ્ટેન્ડીગ અને સામાન્ય સભાની કામગિરી, આસિ.મ્યુનિ.કમિશનર સુરેશ તુવરને અધિકારીઓને સત્તા સોંપણી અને ઝોન વાઇઝ કામની વહેંચણી, કાર્યપાલક ઇજનેર ધર્મેશ રાણાને ટેન્ડરીંગ ખરીદ પદ્ધતી, ચીફ એકાઉન્ટન્ટ સંતોશ તિવારીને નાણાંકિય આયોજન, બજેટ પ્રક્રિયા, લોન, બોન્ડ એકાઉન્ટીંગ, ટેક્સ, લાયસન્સ ફી સહિતની જવાબદારી સોંપાઇ છે તો ચીફ ઓડિટર એચ.એમ.રાવને ઓડીટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કા.ઇ. કશ્યપ શાહને સેનીટેશન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને કા.ઇ વસંત સિંગલને એફોર્ડેબલ હાઉસિંગ અને રી - ડેવલપમેન્ટના માર્ગદર્શકની જવાબદારી સોંપાઇ છે.
Reporter: