શહેરીજનોને વિશ્વામિત્રીના પૂરથી બચાવવા માટે રાજ્ય સરકારની કડક સૂચના બાદ હવે તેના પર નક્કર કાર્યવાહી શુ થઇ છે અને તજજ્ઞોના અહેવાલ બાદ વિશ્વામિત્રીની પહોળાઇ અને સફાઇ તથા આજવા અને પ્રતાપપુરા સરોવરની કેપેસીટી વધારવા અને શહેરની કાંસોની સફાઇ કરવા સહિતના કામો પર પાલિકાએ ફોકસ શુ કર્યું છે અને 100 દિવસનો પ્લાન બનાવીને ટૂંકા ગાળાના ગામો તત્કાલીક કરાય તેવું આયોજન કર્યું છે. પાલિકાએ બનાવેલા આ અફ્લાતૂન પ્લાનને આજે સ્થાયી સમિતીના સભ્યો સમક્ષ રજૂ કરાયો હતો. સ્થાયીના સભ્યો પણ આ પ્લાન સાથે સહમત થયા હતા. આ પ્લાન એવો છે કે જો 100 ટકા નીતિ મત્તાથી અને વ્યવસ્થિત રીતે તેનું અમલીકરણ કરાય તો શહેરીજનો પૂરથી બચી શકે તેમ છે.
આ સમગ્ર મામલે સ્થાયી ચેરમેને જણાવ્યું કે વિશ્વામિત્રીની ઇકો સિસ્ટમ કોમ્પ્લીકેટેડ છે.વિશ્વામિત્રી અને સૂર્યા બંને નદી ભેગી થઇ વાંકી ચૂકી રીતે 24 કિમી વહે છે. આ વખતે ચોમાસામાં ભારે પૂર આવ્યું હતું. ત્યારબાદ હાઇલેવલ કમિટી રચાઇ અને એકસપર્ટે વિગતો ભેગી કરી સૂચનો આપ્યા છે. ચૂંટાયેલા પદાધીકારીઓ અને અધિકારીઓએ ભેગા કરી એક પ્લાન તૈયાર કરી મુખ્યમંત્રીને સોંપાયો છે. મુખ્યમંત્રીએ નાણાંકિય મદદની ખાતરી આપી છે. પાલિકાના અધિકારીઓ અને તજજ્ઞોએ બનાવાયેલો આ અહેવાલ આજે અમારી સમક્ષ રજૂ કર્યો છે. જેમાં વિશ્વામિત્રીને 100 દિવસમાં પ્રત્યેક કિમીએ 3 એન્જિનીયર, સુપરવાઇઝ અને ક્લારક અને એક્ઝીક્યુટીવ એન્જિનીયર કામ કરશે અને કેટલા ડંપર માટી નિકળી, માટી ક્યાં ઠાલવી તેનું રોજે રોજ મોનિટરીંગ કરાશે. કેમેરા શૂટીંગ અને ડ્રોન શૂટીંગ પણ કરાશે. કેટલી પહોળાઇ થઇ તે વિશે તપાસ કરાશે .

તેમણે કહ્યું કે 100 દિવસમાં 23.6 કિમી નદી જે શહેરમાંથી પસાર થાય છે તેની સફાઇ અને પહોળાઇ અને ઉંડાઇ કરાશે. આજવા અને પ્રતાપપુરાના કેચમેન્ટમાં 8 ચેકડેમ બનાવાશે. પાણીની સ્પીડ વધે તે માટે અન્ય ચેકડેમ રિનોવેટ કરી આજવા અને વડોદરા વચ્ચે 4 નવા ચેકડેમ બનાવાશે. બંને સરોવરની પેરાફેરીમાં 1 મીટર ખોદાણ કરી સંગ્રહ કેપેસીટી વધારાશે તથા 22 કાંસની સફાઇ અને પહોળાઇ સહિતની કામગિરી કરાશે.સાથે કાંસના સ્લેબ તોડી સફાઇ કરાશે. પૂર્વ વિસ્તારમાં કાંસોનું નેટવર્ક વ્યવસ્થિત કરાય તે દિશામાં કામગિરી કરાશે. નવા તળાવો પણ ઉભા કરાશે. ભૂખી ખાંસને પહોળી કરાશે અને તેની ઓલ્ટરનેટ ચેનલ પણ બનાવાશે.

ઉપરાંત રુપારેલ કાંસમાં પણ 5 કિમીનો કાંચો કાંસ બનાવાશે. ઉપરાંત શહેરના 207 લો લાઇન એરિયાને ઓળખીને બોર બનાવાશે તેના કામો ટેન્ડરીંગ માટે છે . તથા શહેર માટે ફ્લડ ફોર્કાસ્ટીંગ સિસ્ટમ લગાવાશે જેથી બે ત્રણ દિવસ પહેલા જાણ થશે કે પૂર આવી શકે છે. જેથી પગલાં લેવામાં સરળતા રહે . આ સાથે આજવામાં પાળા તોડી વડોદરા બાજુ નવા પાળા બનાવી નવું લેવલ 206 ફૂટ સુધી કરાશ જેથી આજવા તળાવની ક્ષમતામાં વધારો થશે. નદીના બંને કાંઠે ડ્રેનેજના પાણી રોકવાનું પણ આયોજન છે. ચારેય ઝોનની કાંસોને પુનસ્થાપિત કરવાનો પણ પ્લાન છે.
Reporter: admin







