નવી દિલ્હી : વિવાદસ્પદ બનેલી NEET 2024ની રીટેસ્ટની પરીક્ષાના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓ તેમના સ્કોર સત્તાવાર વેબસાઈટ exams.nta.ac.in/NEET/ ની મુલાકાત લઈને જાણી શકે છે. ઉલ્લેખનીય છે કે નેશનલ ટેસ્ટિસ એજન્સી (NTA) એ નીટ- રી એક્ઝામનું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષા પેપર લીક થયા બાદ આયોજિત કરવામાં આવી હતી. NTA એ 23 જૂને 1563 વિદ્યાર્થીઓ માટે ફરીવાર પરીક્ષા યોજી હતી પણ તેમાં હાજરી તો ફક્ત 813 વિદ્યાર્થીઓએ આપી હતી.
સૂત્રોના જણાવ્યાનુસાર NTAએ દ્વારા ટોપર્સની સંખ્યા 67થી ઘટાડીને 61 કરી દેવામાં આવી છે. રિવાઈઝ મેરિટ લિસ્ટ ટૂંક સમયમાં exams.nta.ac.in પર જોવા મળી શકે છે. પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો NEET UG 2024 પરીક્ષા પોર્ટલ exams.nta.ac.in/NEET પર તેમના એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થની વિગતો દ્વારા લોગ ઇન કરી તેમના રિઝલ્ટ ચેક કરી શકશે.
Reporter: News Plus