News Portal...

Breaking News :

બોપલમાં બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો ૩ના મોત

2024-07-01 10:39:13
બોપલમાં બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો ૩ના મોત


અમદાવાદ : બોપલના વકીલ સાહેબ બ્રિજ પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે.


અમદાવાદમાં મોડી રાત્રે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. શહેરના બોપલ વિસ્તારમાં ફોર્ચ્યુનર કાર  થાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં 3 લોકોનાં મોત નીપજ્યાંના અહેવાલ છે. સાથે જ ફોર્ચ્યુનર કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, ફોર્ચ્યુનરમાં દારૂની ખેપ ચાલી રહી હતી. દરમિયાન, બેફામ આવતા બુટલેગરે અકસ્માત સર્જ્યો હતો. 


આ મામલે બોપલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદના બોપલ વિસ્તારમાં ત્રિપલ અકસ્માતની ગોઝારી ઘટના બની છે. આ અકસ્માત ફોર્ચ્યુનર કાર, થાર કાર  અને ટ્રક વચ્ચે થયો છે. અકસ્માતમાં 3 લોકોનો મોત નીપજ્યાં હોવાની માહિતી છે. જ્યારે થાર ચાલકની હાલત ગંભીર હોવાની મહિતી છે. થાર કાર ચાલકની સોલા સિવિલ હોસ્પિટલમાં  સારવાર ચાલી રહી છે. તેની ઓળખ વિરમગામના  સંજય ભરતભાઇ કાઠી તરીકે થઈ છે.

Reporter: News Plus

Related Post