ગંભીરા બ્રિજના ભોગ બનનાર પરિવાર માટે જાહેર ચેતવણી, કોઈ લેભાગુ/વચેટીયાઓને ગામમાં પ્રવેશવા દેતા નહીં
જેમના ઉપર અગાઉ ખંડણીના ગુના દાખલ થયા હોય, શાસક પક્ષે,પક્ષમાંથી શિક્ષાનાં ભાગરૂપે તગેડી મૂક્યા હોય,તેવા એકાક્ષી RTI એક્ટિવિસ્ટોથી સાવધ..
વિવાદીત વચેટીયાએ તો જાહેરાતમાં પોતાનો ફોન નંબર પણ સોશિયલ મીડિયામાં જાહેર કર્યો.
ગંભીરા બ્રિજના અકસ્માતમાં તંત્રની ભુલ છે અને સરકારે પીડિતોને સહાય કરવાની જાહેરાત પણ કરી દીધી છે. જો કે કેટલાક વચેટીયા હવે મેદાનમાં આવી ગયા છે. વચેટીયાઓએ જાહેરાત કરી છે તે ગંભીરા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 20 વ્યક્તિના પરિવારને 30 લાખથી વધુ કોર્ટ મારફતે સહાય આપવામાં મદદ કરાશે. આ વિવાદીત વચેટીયાએ તો જાહેરાતમાં પોતાનો ફોન નંબર પણ સોશિયલ મીડિયામાં જાહેર કર્યો છે અને પુરાવા આપી વકીલાતનામુ સહી કરી જવા જણાવાયું છે. ખરેખર તો વચેટીયાઓએ સમજવું જોઇએ કે આવી મદદ જ કરવી હોય તો તેમણે પોતાની રીતે એક પીઆઇએલ હાઇકોર્ટમાં કરી દેવી જોઇએ. જેથી પીડિતોને યોગ્ય સહાય મળે પણ પોતાને જશ મળે અને પોતાને વચ્ચેથી કંઇક મળે તેવો આશય હોવાથી વચેટીયાઓ પીડિતોને આવીને સહી કરી જવા જણાવે છે.
અરે ભાઇ આ કેસમાં સરકાર,ધારાસભ્ય અને સરકારી અધિકારીઓ સીધી રીતે જ પીડિતોને મદદ કરી રહ્યા છે અને પીડિતોને જો વધુ વળતર જોઇતું હોય તો તેમણે સરકારી અધિકારીઓને જ સીધું કહીને સરકારમાં રજૂઆતો કરવી જોઇએ અને જરુર પડ્યે કોર્ટમાં જવું જોઇએ પણ આવા વચેટીયા પોતાનું હિત સાચવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે સમજવું જોઇએ કારણકે આવી દુર્ઘટના થાય ત્યારે જેમ ચોમાસામાં દેડકા ફુટી નીકળે તેમ વચેટીયા ફુટી નિકળે છે અને સહાયના નામે મૃતકોના પરિવારની લાગણી સાથે રમત રમે છે. ખરેખર તો તેમણે પોતાના સંગઠન દ્વારા ફાળો ઉઘરાવીને પરિવારોને મદદ કરવી જોઇએ અને પરિવારોને વચ્ચે લાવ્યા વગર હાઇકોર્ટમાં પીઆઇએલ કરીને પીડિતોને સહાય કરાવવી જોઇએ. હરણી બોટકાંડના પીડિતોનો દાખલો છે જ . તેઓ પોતાની રીતે સરકાર સામે લડી રહ્યા છે. પણ કોઇ વચેટીયાની તેમણે મદદ લીધી નથી. એમને મદદ કરનારા ઘણા છે. તન-મન- ધન થી મદદ કરી રહ્યા છે. કાનુની સહાય આપનારા,પણ મળી ગયા છે.
Reporter: admin







