News Portal...

Breaking News :

કમિશનરે હોટ મિક્સ પ્લાન્ટ સહિતના સ્થળે મુલાકાત લીધી

2025-07-17 11:52:51
કમિશનરે હોટ મિક્સ પ્લાન્ટ સહિતના સ્થળે મુલાકાત લીધી


શહેરના રસ્તા રિપેર કરવા માટે મહત્વના એવા હોટ મિક્સ પ્લાન્ટ , ડ્રેનેજ વર્ક અને પેચવર્કના ચાલતા કામના સ્થળે મ્યુનિ.કમિશનર અરુણ મહેશ બાબુ એ મુલાકાત લીધી હતી.


અટલાદરા સ્થિત હોટ મિક્સ પ્લાન્ટ 40 ટન પ્રતિ કલાક ક્ષમતા ધરાવે છે. જ્યાંથી રોજ આશરે 350 ટન મટીરીયલ વોર્ડના અલગ અલગ વિસ્તારમાં જરુરીયાત મુજબ અપાય છે. કમિશનરે પ્રેમવતી રેસ્ટોરન્ટ પાસે ચાલતા પેચવર્કનું નિરીક્ષણ કરી જાહેર મુખ્ય રસ્તા પર શક્ય હોય ત્યાં સુધી રાત્રીના સમય દરમિયાન કામ કરવા તથા ખાડા પુરવાની કામગિરી ઝડપથી પુર્ણ કરવા અને નાગરીકો તથા વાહન વ્યવહારની અવર જવરને ધ્યાનમાં લઇ સલામતીના તમામ પગલાં લઇ તેનું ચુસ્તપણે પાલન કરવા સુચના આપી હતી. 



કમિશનરે અકોટા મુજમહુડા રોડ પર ડ્રેનેજ રિહેપીલીટેશનની કામગિરીની મુલાકાત લઇ ફ્લો ડાયવર્ઝન તથા ડી સિલ્ટીંગની કામગિરી બાબતે જાણકારી મેળવી ઝડપથી કામ કરવા સુચના આપી હતી. ઉપરાંત સનફાર્મા રોડ ખાતે 1800 મીમી ડ્રેનેજ લાઇનમાં પડેલા ભંગાણના સ્થળની પણ તેમણે મુલાકાત આપી હતી કામ પુરી કરવા તથા જુની જર્જરીત ડ્રેનેજ લાઇનનો સર્વે કરી ચોમાસામાં નવીન ડ્રેનેજ લાઇન નાખવા માટેનું આયોજન ઝડપ થી કરવા સુચના આપી હતી.

Reporter: admin

Related Post