News Portal...

Breaking News :

બી.પી.સી.રોડ ઉપર આવેલ ઉર્મી સોસાયટી નજીક એન.એ. હુકમ રજુ કરેલ નથી. છતાં વિકાસ પરવાનગી આપવામાં આવી

2025-06-11 10:10:50
બી.પી.સી.રોડ ઉપર આવેલ ઉર્મી સોસાયટી નજીક એન.એ. હુકમ રજુ કરેલ નથી. છતાં વિકાસ પરવાનગી આપવામાં આવી


બાંધકામ પરવાનગી શાખાનો વધુ એક ભ્રષ્ટાચારનો કિસ્સો..
ટી.ડી.ઓ અને ડે.ટી.ડી.ઓ દ્વારા સૌનો સાથ, ભષ્ટાચારનો વિકાસ - દલા તરવાડી જેવી નીતિ.


રીવાઈઝ્ડ વાણીજ્ય એન.એ. હુકમ રજુ કરેલ ન હોય તેવા ઘણા બધા કેસોમાં મોટો ભ્રષ્ટાચાર કરી વિકાસ પરવાનગી ( રજાચિઠી ) અપાઈ.
બાંધકામ પરવાનગી શાખાનાં, દસ કેસોમાંથી એવરેજ છ કેસોમાં ભ્રષ્ટાચાર થાય છે. મોટેભાગે વચેટીયો આર્કિટેક્ટ. પૈસા ફેંકો તમાશા દેખો.



વડોદરા મહાનગરપાલિકા  ટાઉન પ્લાનિંગ શાખા ( બાંધકામ પરવાનગી શાખા ) દ્વારા આપવામાં આવતી વિકાસ પરવાનગીમાં મસમોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. હાલના કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા વડોદરા શહેરની હદમાં આવેલ તમામ વોર્ડમાં વિકાસ પરવાનગી
 ( રજાચિઠી ) ની મંજૂરી આપવામાં આવે છે. 
 વિકાસ પરવાનગીની મંજૂરી મેળવતી વખતે કલેકટરની કચેરીમાથી  એન.એ. ( બીનખેતી )  રહેણાંક/ વાણીજ્ય નો હુકમ રજૂ કરવાનો હોય છે. બાદમાં જ મંજૂરી આપવામાં આવે છે. પ્રથમ વાર રહેણાંક એન.એ.ઓડૅર મેળવેલ હોય અને તે જગ્યાએ વાણીજ્ય બાંધકામ કરવાનુ હોય તો કલેકટર ની કચેરીમાથી એન.એ.શાખામાથી વાણીજ્ય નો રીવાઈઝ્ડ એન.એ.ઓર્ડર મેળવીને વિકાસ પરવાનગી લેતા સમયે રજુ કરવાનો હોય છે. કલેકટર અને કમિશનરની સ્પષ્ટ સુચના પણ છે કે વાણીજ્યનો રીવાઈઝ એન.એ.હુકમ રજુ કયૉ બાદજ વાણીજ્ય રજાચિઠી એટલે કે  વિકાસ પરવાનગી આપવી.. પરંતુ વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા  બાંધકામ પરવાનગીના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા અમુક ચોક્કસ આકીઁઁટેકટના વાણીજ્ય વિકાસ પરવાનગી ના કેસોમા રીવાઈઝ્ડ વાણીજ્ય એન.એ.ઓર્ડર રજુ કરેલ નથી. પશ્ર્ચિમ ઝોનમાં બી.પી.સી.રોડ પર આવેલ ઉર્મી સોસાયટી ચાર રસ્તા નજીક આપવામાં આવેલ રજાચિઠીમા રીવાઈઝ વાણીજ્ય એન.એ.હુકમ રજુ કરેલ નથી. છતા બાંધકામ પરવાનગી શાખાના બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ, ટી.ડી.ઓ દ્વારા વિકાસ પરવાનગી આપવામાં આવેલ છે.કલેકટર/મ્યુનિસિપલ કમિશનરએ બાંધકામ પરવાનગી શાખાના મહા કૌભાંડની પુરી તપાસ કરી અને ટાઉન પ્લાનિંગ શાખા બાંધકામ પરવાનગીના બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ, ટી.ડી.ઓ દ્વારા વાણીજ્ય એન.એ હુકમ રજુ કરેલ ન હોવા છતા ગેરકાયદેસર કોમર્શિયલ રજાચિઠીઓ આપી ભ્રષ્ટાચાર કરી અને સરકારી તિજોરીને નુકસાન કરેલ છે. તેમની સામે તાત્કાલિક પગલા લેવા જોઈએ....



છેલ્લા પાંચ વર્ષના વિકાસ પરવાનગીના કેસો ઓડીટ કરાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે.
મ્યુનિસિપલ કમિશનર,ડે.મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકા વડોદરાના બાંધકામ પરવાનગી શાખામાં છેલ્લા પાંચ વર્ષનાં વિકાસ પરવાનગીના કેસો ચેક કરવામાં આવે તો રીવાઈઝ્ડ વાણીજ્ય એન.એ. હુકમ બાકી હોય એટલે કે  રીવાઈઝ વાણીજ્ય એન.એ. હુકમ રજુ કરેલ ન હોય તેવા ઘણા બધા કેસોમા મોટો ભ્રષ્ટાચાર કરી વિકાસ પરવાનગી ( રજાચિઠી ) આપવામાં આવેલ છે.વડોદરા ટાઉન પ્લાનિંગ શાખા ના બાંધકામ પરવાનગીમાં ટી.ડી.ઓ ના અમુક ચોક્કસ આકીઁઁટેકટના કેસમા રીવાઈઝ વાણીજ્ય એન.એ. હૂકમ રજુ કર્યા વગર વિકાસ પરવાનગી આપવામાં આવે છે.તેથી સરકારની તીજોરીને  પણ રેવન્યુ મા ઘણબધુ નુકશાન થાય છે. રીવાઈઝ વાણીજ્ય એન.એ.હુકમ મંજૂર થયે નિયમ મુજબની લાગત ( રેવન્યુ ) સરકારમા ભરવાની હોય છે. રકમ ભયૉ બાદજ રીવાઈઝ વાણીજ્ય એન.એ.હુકમ આપવામાં આવે છે.પરંતુ ટી.ડી.ઓ ના ચોક્કસ આકીઁઁટેકટના કેસો રીવાઈઝ વાણીજ્ય એન.એ.હુકમ વગરજ મજુર કરી અને રજાચિઠી આપી દેવામાં આવે છે.

Reporter: admin

Related Post