આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ અવસર પર આજે વડાપ્રધાન મોદીએ શ્રીનગરમાં યોગ કર્યા હતા. વરસાદના લીધે વડાપ્રધાન દલ સરોવરના કિનારે 7 હજાર લોકો સાથે યોગ કરી શક્યા નહોતા. પરંતુ કાર્યક્રમનું સ્થળ બદલી હોલમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું. જ્યાં પીએમ મોદીએ 50 લોકો સાથે યોગ કર્યા હતા.
સૌથી વધુ ચર્ચાનો વિષય એનડીએના મજબૂત સાથીદારો નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ રહ્યા હતા. જેમણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીથી દૂર રહીને અંતર જાળવ્યું હતું અને કોઈ કાર્યક્રમમાં યોગ કરતા નજરે ચઢ્યાં નહોતા.કેન્દ્રની એનડીએ સરકારના સહયોગી જેડીયુ અને ટીડીપી આ કાર્યક્રમમાં જોવા મળી ન હતી. બિહારમાં આયોજિત યોગ દિવસ કાર્યક્રમમાં પણ મુખ્ય મંત્રી નીતિશ કુમાર હાજર રહ્યા ન હતા.
બિહારમાં જેડીયુના સહયોગી ભાજપના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા યોગ દિવસના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.એનડીએના બીજા સૌથી મોટા સહયોગી ટીડીપીના વડા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ પણ યોગ દિવસ પર યોગ કરતા જોવા મળ્યા ન હતા. તેમજ તેમણે સોશિયલ મીડિયા પર યોગ દિવસને લગતું કંઈ પણ ટ્વિટ કર્યું નથી. એકંદરે, આ યોગ દિવસ પર એનડીએના બંને મોટા સહયોગીઓ ગાયબ રહ્યા હતા.
Reporter: News Plus