News Portal...

Breaking News :

સુરતમાં એક ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટ થતાં એક યુવતિનું મોત જ્યારે 4 લોકો દાઝી ગયા

2024-06-21 12:37:18
સુરતમાં એક ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટ થતાં એક યુવતિનું મોત જ્યારે 4 લોકો દાઝી ગયા


પેટ્રોલ ડીઝલના ભાવના કારણે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળ્યા છે. સરકાર દ્વારા પણ લોકો ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરે તેના માટે પ્રયત્નો કરી રહી છે. પરંતુ શું આ ઇલેક્ટ્રિક વ્હીકલ સુરક્ષિત છે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.


અવાર નવાર ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટનાવિગતો વાંચવા મળે છે. આજે સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતના ગડોદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ઇ-બાઇકની બેટરીને ચાર્જીંગ મુકવામાં આવી હતી જેમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થતાં આગ લાગતાં 18 વર્ષની એક યુવતિનું મોત નિપજ્યું છે જ્યારે 4 લોકો દાઝી ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ આગ જોતજોતાં ઘરમાં રહેલા સિલિન્ડર સુધી પહોંચી જતાં સિલિન્ડર બ્લાસ્ટ પણ થયો હતો.


 જેના લીધે ઘરમાં હાજર સભ્યો આગની ચપેટમાં આવી ગયા હતા અને આ ચારેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. સિલિન્ડરમાં બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે જેના લીધે એક દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો. ઘટના અંગે જાણ થતાં સુરત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ફાયર વિભાગના કર્મચારીએ બીજા માળે આવેલી મકાનની ગેલેરીમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. જેમાં 1 મહિલા, 1 બાળક અને એક મોટી વયના વ્યક્તિનું રેસ્ક્યૂ કર્યું હતું.

Reporter: News Plus

Related Post