News Portal...

Breaking News :

કોરોના મહામારીમાં બંધ તમામ પેસેન્જર ટ્રેનો સાથે મેમુ અને ડેમુ ટ્રેનોને એક જુલાઈથી રેગ્યુલર ટ્ર

2024-06-21 12:34:30
કોરોના મહામારીમાં બંધ તમામ પેસેન્જર ટ્રેનો સાથે મેમુ અને ડેમુ ટ્રેનોને એક જુલાઈથી રેગ્યુલર ટ્ર


કોરોના મહામારી ઘટતા રેલવે દ્વારા તબક્કાવાર ટ્રેનોનું સંચાલન શરૂ કરાયું હતું. જેમાં લાંબા અંતરની ટ્રેનો શરૂ કર્યા બાદ જરૂરિયાત મુજબની પેસેન્જર ટ્રેનોની સાથે મેમુ અને ડેમુ ટ્રેનો પણ સ્પેશિયલ ટ્રેન 0 નંબર સાથે શરૂ કરાઈ હતી.


કોરોના મહામારી ઘટતા જરૂરી રૂટ પર કેટલીક ટ્રેનોને 0 નંબર આપીને સંચાલન શરૂ કરાયું હતું. સ્પેશિયલ ટ્રેનમાં (special trains)વસૂલ કરાતો રૂ. 20નો સ્પેશિયલ ચાર્જ બંધ કરાયો છે. પેસેન્જરો પાસે રેગ્યુલર ભાડા ઉપરાંત સ્પેશિયલ ચાર્જ તરીકે રૂ. 20 વધુ વસૂલ કરાતો હતો. હવે રેલવેએ તમામ પેસેન્જર ટ્રેનોની સાથે મેમુ અને ડેમુ ટ્રેનોને એક જુલાઈથી રેગ્યુલર ટ્રેન તરીકે નિયમિત નંબર સાથે દોડાવવાની જાહેરાત કરી છે. 


જેમાં 69191 આણંદ-ગાંધીનગર મેમુ, 69192 ગાંધીનગર- આણંદ મેમ, 69101 વડોદરા-અમદાવાદ મેમુ, 69102 અમદાવાદ-વડોદરા મેમુ, 69113 વડોદરા-અમદાવાદ મેમ, 69114 અમદાવાદ-વડોદરા મેમુ, 69107 વડોદરા-અમદાવાદ મેમુ, 69108 અમદાવાદ-વડોદરા મેમુ, 79435 સાબરમતી-પાટણ ડેમુ, 79436 પાટણ-સાબરમતી ડેમુ, 69129 આણંદ-અમદાવાદ મેમુ, 69130 અમદાવાદ-આણંદ મેમુ, 79401 અસારવા-હિંમતનગર ડેમુ, 79402હિંમતનગર-અસારવા ડેમુ,79431 સાબરમતી-મહેસાણા ડેમુ,79432મહેસાણા-સાબરમતી ડેમુ, 79433 સાબરમતી-પાટણ ડેમ, 79434 પાટણ-સાબરમતી ડેમુ, 79437 મહેસાણા-આબુ રોડ ડેમુ, 79438 આબુ રોડ-મહેસાણા ડેમુ, 69185અમદાવાદ-વિરમગામ મેમુ, 69186 વિરમગામ-અમદાવાદ મેમુ ટ્રેનોનો સમાવેશ થાય છે.

Reporter: News Plus

Related Post