દર વર્ષે જુલાઈ મહિનામાં બાબા અમરનાથ ની યાત્રા ની શરૂઆત થતી હોય છે જેની રાહ સમગ્ર લોકો જોતા હોય છે
ત્યારે આ વર્ષે 29 જૂનથી તે યાત્રાની શરૂઆત થનાર છે.તે યાત્રામાં લાખો ભક્તો બાબા ભોલેનાથના દર્શન માટે જતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં જ્યારે લોકો જતા હોય ત્યારે તેમના ભોજન માટે ઘણા ટ્રસ્ટ દ્વારા વિવિધ આયોજન કરવામાં આવતું હોય છે
ત્યારે વડોદરા ના વાઘોડિયા રોડ પર આવેલ રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આજરોજ આગામી એક મહિના માટે યાત્રીઓને પૂરતું ભોજન મળે તે માટે અનાજ રવાના થયું જેનું પૂજન ઇસ્કોન મંદિરના મહારાજ દ્વારા કરવામાં આવ્યું અને ટ્રક રવાના કરાયો. દર વર્ષે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.
Reporter: News Plus