News Portal...

Breaking News :

જીતો દ્વારા ૯ મી એપ્રિલે નવકારમંત્ર નું નવલખી મેદાનમાં આયોજન: વડોદરાના તમામ જૈન સંઘો તથા યુવક મં

2025-03-23 17:07:57
જીતો દ્વારા ૯ મી એપ્રિલે નવકારમંત્ર નું નવલખી મેદાનમાં આયોજન: વડોદરાના તમામ જૈન સંઘો તથા યુવક મં


જીતો ના પ્રમુખ પોખરાજ દોશી એ જણાવ્યું હતું કે જીતો એપેક્ષ દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે વિશ્વના ૧૦૨ દેશોમાં અને ૬૦૦૦ થી વધુ સ્થાન ઉપર એક સાથે નવકાર મહામંત્ર ના જાપ કરવામાં આવશે.



વડોદરામાં જે ૯ મી એપ્રિલે આયોજન થનાર છે તેના કનવીનર પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે નવલખી મેદાનમાં સવારે ૬.૩૦ વાગે નવકાર મંત્ર આરાધના માં જોડાયેલા સહુ આરાધકો ને પ્રવેશ આપવામાં આવશે. તે દિવસે ૧૦,૦૦૦ નવકારવાળી તથા નવકારયંત્ર આપવામાં આવશે. આવેલા સહુને. રાજસ્થાન સમાજ ના અગ્રણી રાજેશ જૈન દ્વારા નવકારશી કરાવવામાં આવશે. 

જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આ આયોજનમાં શ્વેતામ્બર, દિગંબર સ્થાનકવાસી તેરાપંથ બધા ફીરકાના લોકો જોડાશે. જીતો કમિટીના બિંદિયા શાહે જણાવ્યું હતું કે આ આયોજન માટે આજે ટ્રાન્સકયુબ પ્લાઝા ખાતે વડોદરા ના તમામ સંઘો, મંડળો યુવક મહાસંઘ,શ્રી શ્રુતોપાસક ગણ, જૈન પ્રગતી સેન્ટર,મહિલા મંડળો ના અગ્રણીઓ જોડાયા હતા. કમિટીના વિમલ બોકડીયાએ જણાવ્યું હતું કે આજે જીતો ના ૫૦૦૦ નવકાર મંત્ર રજીસ્ટ્રેશન ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતાં. આજેના કાર્યક્રમમાં દિગંબર સમાજના રાકેશ જૈન, સ્થાનક વાસીના મનોજ ફોફડીયા, એડવોકેટ પંકજ છાજેડ, તેરાપંથ સમાજ ના મુકેશ બડોલા ,જીઓ ના ચેરમેન પરેશ શાહ મંત્રી પરેશ પરીખ, સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારી, કમલ ઝવેરી જયેન્દ્રભાઈ શાહ,દિલેશ મહેતા, કારેલીબાગ સંઘ પ્રમુખ દીપકભાઈ ગાંધી સહિત  અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું

Reporter: admin

Related Post