News Portal...

Breaking News :

કેશીયર કમ સેલરએ પેટ્રોલ પંપના 19.69 લાખની કરેલી ઉચાપત મામલે ફરિયાદ

2025-03-23 16:50:31
કેશીયર કમ સેલરએ પેટ્રોલ પંપના 19.69 લાખની કરેલી ઉચાપત મામલે ફરિયાદ


વડોદરા : NH નંબર 48 ઉપર આવેલ પેટ્રોલ પંપના કેશીયર કમ સેલરએ પેટ્રોલ પંપના ડીટી પ્લસ એકાઉન્ટના નાણા બારોબાર રાજસ્થાનના ફિલિંગ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરી 19.69 લાખની ઉચાપત મામલે ફરિયાદના આધારે  પોલીસે બીએનએસ કલમ 316 (5) 54 મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.




નેશનલ હાઇવે નંબર 48 જાંબુઆ જીઇબી સબ સ્ટેશનની બાજુના વિવેક રોડવેઝ પેટ્રોલ પંપ ખાતે કેશીયર કમ સેલર તરીકે ભાવેશસિંહ  સોહનસિંહ રાજપુત (રહે -ધવાલી મગરી, ખેરાટા, ગુર્જર, તા. તોડગડ, જી.અજમેર, રાજસ્થાન)ને નોકરી ઉપર રાખ્યો હતો. એચપીસીએલ તરફથી પેટ્રોલ પંપના નિયમિત ગ્રાહકોને કંપની ડીટી પ્લસ એટલે કે "ડ્રાઇવ ટ્રેક પ્લસ કા" આપે છે. આ કાર્ડથી ટ્રાન્સપોર્ટરના વાહન ડ્રાઇવર અને ક્લીનરને અકસ્માત વીમા કવર મળે છે. 


આ કાર્ડના ઉપયોગ માટે કસ્ટમરનો મોબાઇલ નંબર કાર્ડ સાથે રજીસ્ટર કરવાનો હોય છે. જેથી રેગ્યુલર ગ્રાહકો પૈકીના "શ્રી ક્રિષ્ણા આર. એમ. સી. પ્લા"ને કસ્ટમર આઈડી ફાળવ્યો હતો. કસ્ટમર આઈડી સાથે  "શ્રી ક્રિષ્ણા આર. એમ. સી. પ્લા"ને રજીસ્ટર કરવાની જગ્યાએ ભાવેશ રાજપૂતે પોતાનો મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો હતો. અને  "શ્રી ક્રિષ્ણા આર. એમ. સી. પ્લા" દ્વારા થતી લેવડ દેવડમાં ઓટીપી ભાવેશ રાજપુતને મળતા તેના ઉપયોગથી નાણા ટ્રાન્સફર કરતો હતો. નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોય હિસાબોની ચકાસણી કરતા જમા ઉધારનો તફાવત વધુ દર્શાવ્યો હતો. ભાવેશે આ રકમ ચાર જેટલા અલગ અલગ મોબાઈલ નંબર ઉપર ટ્રાન્સફર કર્યા ની કબુલાત કરી છે.

Reporter: admin

Related Post