ઘનશ્યામ લક્ષ્મી સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ તિરંગા ગ્રુપના યુવા સાથી દ્વારા આજ રોજ રક્તદાન શિબિરનું આયોજન કમુ બાળા હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ અંગે માહિતી આપતા તીર્થ બ્રહ્મભટ , આદિત્ય અગ્રવાલે જાણવેલ કે કાર્યક્રમની શરૂઆત પ. પૂ યુવા આચાર્ય ૧૦૮ ગો શરણં કુમાર મહોદય દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી આજનો શહીદ દિન તે બલિદાન દિવસ તરીકે જાણી તો છે આજના દિવસે વીર ભગત સિંહ, સુખદેવ જી ,રાજ ગુરુજીને ફાંસી આપવામાં આવી હતી

યુવા સાથી ઇતિહાસમાં બનેલ પ્રસંગને યાદ કરીને તે વીરોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે યુવાઓ દ્વાર સામાજિક કાર્ય કરી અને દેશ સમાજ ને કામ આવી શકે તે ઉદેશ્ય થી રક્તદાન - મહાદાન કેમ્પનું ભવ્ય આયોજન કરેલ કેમ્પ દરમિયાન ૧૬૧ યુનિટ રક્ત નું દાન મળેલ તેમાં બેહનો ,મહિલાઓ , યુવા સાથી દ્વારા ખુબ ઉતસાહથી ભાગ લેવામાં આયો હતો



Reporter: admin







