વડોદરા : નવાપુરા પોલીસે શિંદે કોલોની ના ઘર નંબર 29 માં રેડ કરી દારૂની મહેફિલ માણી રહેલા નવ ઈસમોને ઝડપી પાડી તેઓ વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેર નવાપુરા પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન કંટ્રોલરૂમથી વર્ધી મળી હતી કે શિંદે કોલોનીના ઘર નંબર 29 માં કેટલાક ઇસમો ભેગા મળીને દારૂની મહેફિલ માણી રહ્યા છે.જેથી નવાપુરા પોલીસ મથકની ટીમે શિંદે કોલોની ખાતે પહોંચી ઘર નંબર 29 માં રેડ કરતા નવ ઈસમો દારૂની મહેફિલ મારતા ઝડપાઈ ગયા હતા.
પોલીસે સ્થળ ઉપરથી હિતેશ ખારવા હિમલેશભાઈ ખારવા અનિલભાઈ ખારવા હિરેનભાઈ ખારવા દિપેશ ખારવા દિનકરભાઇ ખારવા પરેશ ખારવા મુકેશભાઈ શર્મા અને આશિષ ખારવાની અટકાયત કરી તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથધરી હતી.
Reporter: admin