સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના પ્રમુખ મનિષભાઇ શાહે જણાવ્યું હતું કે આજે સવારે જૈન મુનિરાજ તપસ્વી રત્ન વિનયરત્ન વિજયજી તથા વિશ્વેન્દ્ર વિજયજી તથા સાધ્વી નયપ્રજ્ઞાજી તથા પ્રશમરત્નાજી મહારાજ દ્વારા વિધિ વિધાનથી નવકાર પિઠિકાનું મંત્રોચ્ચારથી ઉત્થાપન કરવામાં આવ્યું હતું.
અને ત્યાર બાદ વાજતેગાજતે બળદગાડામાં અભિમંત્રિત કરેલા ઘડાને દર્શનાર્થે મુકવામાં આવ્યા હતા.આ રથયાત્રા વાજતે ગાજતે મયુરીબેન જયેશભાઈ શાહના ગ્રહ જીનાલયે ચતુર્વિધ સંઘ પહોંચ્યો હતો. ત્યારબાદ ૧૦૫ વર્ષીય મુનિ વિનયરત્ન વિજયજી મહારાજ તથા વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે માંગલિક ફરમાવ્યું હતું.. રથયાત્રા પરત સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ વાઘોડિયા રોડ પરત આવી હતી ત્યારબાદ સંઘના બાલક બાલિકાઓ એ સુંદર મજાનો સ્ટેજ પ્રોગ્રામ નવકાર વલ્લભ રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
નાના નાના ભૂલકાઓના કાર્યક્રમથી લોકો અભિભૂત થઈ ગયા હતાં વધુમાં જાણિતા જૈન અગ્રણી દીપક શાહે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજને ટાંકતા જણાવ્યું હતું કે જૈન શાસ્ત્રો માં નવકાર મંત્રનું મોટું મહત્વ છે. નવકારમંત્ર શિરોમણી મંત્ર ગણાય છે તે શાશ્વતો મંત્ર છે જે અનાદિ કાળ થી ચાલ્યો આવે છે અને અનાગત ચોવિસીમાં પણ આ મંત્ર થી અનેક લોકો જીવન નૈયાને પાર કરી શકશે. રસ્તા માં એક દો તીન ચાર,જિન શાસન નો જય જય કાર ના નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.લોકો એ નવકાર મંત્ર પિઠિકા નું ઠેર ઠેર અક્ષતથી સ્વાગત કર્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.
Reporter: admin