પશ્ચિમ રેલવે, વડોદરા મંડળ પર 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024' સુધી સક્રિય રૂપથી સ્વચ્છતા હી સેવા 2024' અભિયાન આયોજિત કરવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત 25 થી 28 સપ્ટેમ્બર 2024 સુધી અનેક જાગરૂકતા અને સ્વચ્છતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા. આમાં ઘરે-ઘરે જઈને સ્વચ્છતા અંગે જાગૃતતા ફેલાવવા, સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ સ્પર્ધાઓનું આયોજન, સ્વચ્છ ખોરાક પહેલ અને શેરી નાટકો દ્વારા જન જાગૃતતા વધારવા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.વડોદરા મંડળ પર ઘરે-ઘરે જઈને જાગૃતતા અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન રેલ્વે કોલોનીમાં આવેલા તમામ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી અને રહેવાસીઓને સામુદાયિક સ્વચ્છતા જાળવવા અંગે શિક્ષિત કરવામાં આવ્યા હતા. રેલ્વે પરિવારના સભ્યોને કચરાના યોગ્ય નિકાલ અને સ્વચ્છતા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેનાથી વ્યક્તિઓને તેમની આસપાસ ના વાતાવરણ ને સાફ રાખવાની વ્યક્તિગત જવાબદારી લેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છ ખાદ્ય પહેલ અંતર્ગત મંડળ ના વિવિધ સ્ટેશનો પર ફૂડ સ્ટોલ, કેન્ટીન અને ટ્રેનોમાં પેન્ટીકાર વગેરેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય નિરીક્ષકો દ્વારા ફૂડ હેન્ડલિંગ, વ્યક્તિગત સ્વચ્છતા અને ખાદ્ય સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા સ્ટોલ વિક્રેતાઓ, કેન્ટીન સ્ટાફ અને સામાન્ય લોકોમાં વ્યાપક જાગરૂકતા અને શૈક્ષણિક અભિયાન ચલાવવામાં આવ્યા હતા. રેલ્વે કર્મચારીઓ, વિક્રેતાઓ અને રેલ્વે મુસાફરોને હાયજીન ફૂડ, સ્વચ્છતા અને સ્વચ્છ વાતાવરણની જાળવણીના મહત્વ વિશે માહિતગાર કર્યા.આ સાથે વડોદરા સ્ટેશન પર શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શેરી નાટકો ના માધ્યમથી રેલ્વે મુસાફરો, કુલીઓ, વિક્રેતાઓ અને કર્મચારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અને સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને સ્વચ્છતા જાળવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.વડોદરા મંડળ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણમાં યોગદાન આપવા માટે આ અભિયાન દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવા પ્રતિબદ્ધ છે.
Reporter: