સ્વચ્છતા હી સેવા પખવાડિયામાં સ્વચ્છતાને લગતી અવનવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરા જિલ્લામાં આજે સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. જે અંતર્ગત વડોદરા જિલ્લાના ૧૦ ગામોમાં ડૉર ટુ ડૉર અવેરનેસ પ્રોગ્રામ, જાહેર જગ્યાઓની સફાઈ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.વડોદરાના પાદરા તાલુકામાં કર્ણાકુવા, વાઘોડિયાના રાયણતલાવડી, કરજણ તાલુકાના કુરાલી, વડોદરા તાલુકાના કરચિયા, રાભીપુરા અને ખાલીપુરા, શિનોર તાલુકાના શિનોર નગર અને માંજરોલ તથા દબહોઈ તાલુકાના બોરબાર, વેગા અને મંડાળા ખાતે ગ્રામ પંચાયત સહિત જાહેર સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક એકઠા કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
વડોદરા તાલુકાના રાભીપુરા અને ખાલીપુરા ખાતે ડૉર ટુ ડૉર અવેરનેસ પ્રોગ્રામ, પાદરાના કર્ણાકુવા ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ કાર્યક્રમ અને ડભોઇ તાલુકાનાં વેગા ગામ ખાતે ગૃહિણીઓ અને દુકાનદારો સાથે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય reduce, reuse and recycle ને કેન્દ્રમાં રાખીને ટકાઉ જીવન તરફ લોકોને માર્ગદર્શિત કરવાનો છે. આ અભિયાન હેઠળ સીધેસીધું ઝીરો વેસ્ટ એક્ટિવિટી ને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.આમ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને ઝીલીને પ્રત્યેક દેશવાસીએ સ્વચ્છતા અને પર્યાવરણને પોષતી પ્રવૃત્તિઓને જીવન શૈલીનો ભાગ બનાવી આવનાર પેઢી માટે સ્વચ્છ અને તંદુરસ્ત જીવન સમર્પિત કરવા માટે સંકલ્પબદ્ધ થયા છે.
Reporter: admin