ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આદેશ અનુસાર તમામ જિલ્લાઓ ખાતે નગરપાલિકાની ચૂંટણીઓને લઈને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે પૂર્વ ઉદ્યોગ મંત્રી અને નિરીક્ષક ભીખાભાઇ રબારી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ચિરાગભાઈ શેખ, પૂર્વ વિરોધ પક્ષના નેતા અને જિલ્લા કોંગ્રેસના નેતા સુખરામભાઇ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જગાભાઈ રાઠવા, શશીકાંતભાઈ રાઠવા, કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, પાવી જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકની અંદર આવનારી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પાર્ટીને વધુ મજબૂત કઈ રીતે બનાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી
Reporter: admin