વાઘોડિયા તાલુકા પંથકમાં સતત છ દિવસથી રાત્રિ દરમિયાન વરસાદ પડવાનો શરૂ થઈ જાય છે
ગઈકાલ સમી સાંજથી આજે સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા વાઘોડિયા તાલુકાનું રોપા ગામ બેટમાં ફેરવાયું છે. વાઘોડિયા તાલુકાના પીપળીયા પાસે જાંબા નદીના કોતર નું અસ્તિત્વ જોખમાતા પીપળીયા અને તેની આસપાસના ગામોમાં પાણી ફરી વડે છે. પ્રીમ મોન્સૂન ની કામગીરી દરમિયાન જાંબાના કોતરોની સફાઈ સિંચાઈ વિભાગ દ્વારા નહીં કરવામાં આવતા અવારનવાર આવી પરિસ્થિતિનુ સર્જન થાય છે જેના કારણે પાણીનો કુદરતી નિકાલ નહીં થઈ શકવાના કારણે તાલુકાનુ રોપા ગામ બેટમાં ફેરવાયું છે
ગામમાં પ્રવેશતા જ છાતી સમા પાણીમાંથી પસાર થવું પડે છે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ફરિવરતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે સાથે જ ગામની શાળામાં પણ ઘૂંટન સમા પાણી ભરાયા છે અવારનવાર ચોમાસા દરમિયાન ગામમાં સર્જાતિ પૂરની સ્થિતિને લઈ વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા નહીં કરાતા સપ્તાહ સુધી ગામની સ્થિતિ આ જ પ્રમાણે દયનિય બને છે મુખ્યત્વે નોકરિયાત વર્ગને વરસાદ દરમિયાન રોજગારથી વંચિત રહેવાનો વખત આવે છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી તેવી ગામ લોકોએ માંગ કરી છે
Reporter: admin