આજથી સૂર્ય મહારાજ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે રોહિણી નક્ષત્ર ના પ્રવેશથી નવ દિવસ સૂર્ય અને પૃથ્વી વચ્ચે નું અંતર સૌથી ઓછું હોવાથી સુર્ય ના કિરણો સીધા પૃથ્વી પર પડતાં હોય છે
તેના લીધે આપણા શાસ્ત્ર માં નૌતપા એટલે સુર્ય ના રોહિણી નક્ષત્ર ના પ્રવેશ થી નવ દિવસ ગરમી નું પ્રમાણ અતિશય રહે આ વર્ષે નૌતપા 25 મે થી 2 જૂન સુધી રહેશે આ સમય દરમ્યાન ગરમી નું પ્રમાણ પુષ્કળ રહે, આગ જની ના બનાવો બને ,સુર્ય ના રોહિણી નક્ષત્ર ના પ્રવેશ અને સાથે શનિ મહારાજ ની ચાલ જોતા 25 ને થી 2 જૂન વચ્ચે આકરી ગરમી રહેશે પરંતુ શનિ મહારાજ ની ચાલ જોતા 30 મે થી 2 જૂન વચ્ચે વાવાઝોડું આવી શકે,વરસાદ પણ પડી શકે સાથે ભૂકંપ ના પણ અણસાર જોવા મળી શકે
પરિવાર માં સારૂ આરોગ્ય શરીર ની સ્ફૂર્તિ અને ઉત્તમ આરોગ્યતા માટે ઘર માં સુખ શાંતિ માટે આ નવ દિવસ એટલે 25 મે થી2 જૂન દરમ્યાન સવારે વહેલા ઉઠી સ્નાન કરી સુર્ય નારાયણ ને જળ ચઢાવવું સાથે આદિત્ય હૃદય સ્તોત્ર ના પાઠ કરવા લાભ કારી સુર્ય ના બાર નામ નું પણ સ્મરણ કરવું લાભ કારી ખાસ કરી ને આ નવ દિવસ ભીષણ ગર્મી માં રાહત મળે એવી વસ્તુ નું દાન કરવું લાભ કારી તરસ્યા ને જળ પીવડાવવું ,ગરમી ચાલવા જેની જોડે પગરખાં નથી તેને ચંપલ નું દાન કરવું,ગરમી માં અંગ દાજતું હોય તે વ્યક્તિ ને છાંયો મળે તેવી વસ્તુ દાન કરવાથી પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે અને તેનાથી પરિવાર માં આનંદ ની પ્રાપ્તિ થાય
Reporter: News Plus