મેષ (Aries):-આજે કોઇ સામાજિક ગતિવિધિમાં ભાગ લઇ શકો છો, તમારાં માન સન્માનમાં વૃદ્ધિ થશે. પ્રેમ જીવનના રહસ્યોને ઉજાગર કરવા અને સંબંધોને સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે. દરેક કાર્યોને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરવાના પ્રયાસ કરો. આજે ભાગ્ય 76 ટકા તમારાં પક્ષમાં રહેશે, યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.
વૃષભ (Taurus):-આજે તમારાં પ્રિયજનોની સામે ભાવનાઓને વ્યક્ત કરવા અગાઉ થોડો સમય લેવાની આવશ્યકતા છે. કામકાજમાં પરેશાનીઓ વધી શકે છે, તેથી કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ માટે વરિષ્ઠોની સલાહ લો. આજે ભાગ્ય 88 ટકા તમારાં પક્ષમાં રહેશે, ભગવાન વિષ્ણુની 108 વખત માળાનો જાપ કરો
મિથુન (Gemini):-આજે કામમાં સફળતા મળવાથી પ્રસન્નતા રહેશે. પરંતુ સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. કાર્યોમાં ધૈર્ય જાળવો, ઉપરાંત મહત્વના કાર્યોને સમયસર પૂર્ણ કરવાના પ્રયાસ કરો. મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરશો. આજે ભાગ્ય 83 ટકા તમારાં પક્ષમાં રહેશે, અન્નદાન કરો.
કર્ક (Cancer):-આજે કાર્યોને સાવધાનીપૂર્વક કરો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કાર્યભારના કારણે થાક રહેશે અને તેના કારણે સતત ચિંતા પણ રહી શકે છે. તમારી કેટલીક ભૂલોનો સામનો પણ આજે કરવો પડી શકે છે. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે, સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો
સિંહ (Leo):-આજે લક્ષ્ય પ્રાપ્તિ માટે ધૈર્ય જાળવવાના પ્રયાસ કરો. દિવસ મહત્વપૂર્ણ સાબિત થશે, પરિવાર સાથે આરામદાયક સમય પસાર કરશો. નાણાકીય મામલે આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે ઉચિત નિર્ણય લેવા જરૂરી છે. આજે ભાગ્ય 90 ટકા તમારાં પક્ષમાં રહેશે, માતા પિતાના આશીર્વાદ લો
કન્યા (Virgo):-આજે હકારાત્મક વલણથી પ્રસન્નતા અને સુરક્ષિતતાનો અનુભવ થશે. કોઇ મહત્વપૂર્ણ કાર્યથી સારો અનુભ મળશે. વિદ્યાર્થી વર્ગને અભ્યામાં પ્રગતિ જોવા મળશે અને પસંદગીની વિષયોમાં સફળતા પ્રાપ્ત થશે. આજે ભાગ્ય 86 ટકા તમારાં પક્ષમાં રહેશે, પહેલી રોટલી ગાય માતાને ખવરાવો.
તુલા (Libra):-આજે વિચારો પર સાવધાનીપૂર્વક નિયંત્રણ રાખો, ક્રોધ તમારાં કાર્યોમાં અડચણો ઉભી કરી શકે છે. વધતા ખર્ચના કારણે પૈસાની તંગીનો અનુભવ થશે. માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસ કરો. આજે ભાગ્ય 70 ટકા તમારાં પક્ષમાં રહેશે, માતા લક્ષ્મીની પૂજા કરો.
વૃશ્ચિક (Scorpio):-સરકારી નોકરીની તૈયારી કરી રહેલા જાતકોને આજે સારા સમાચાર મળી શકે છે. કામને લઇ અતિ ઉત્સાહ ટાળો, આવક અને ખર્ચને ધ્યાનમાં રાખી બજેટ તૈયાર કરી લો. જરૂરી કામ સમયસર પૂર્ણ કરવા ઉપરાંત સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. આજે ભાગ્ય 73 ટકા તમારાં પક્ષમાં રહેશે, માછલીઓને લોટની ગોળીઓ ખવરાવો
ધન (Sagittarius):-આજે કોર્ટમાં કોઇ મામલો ચાલી રહ્યો હોય તો તમારાં અધિકારો માટે સંઘર્ષ કરવો પડી શકે છે. સ્વાસ્થ્યને લઇ સતર્ક રહો. પરિવારનો સહયોગ મળવાથી જવાબદારીઓને સારી રીતે નિભાવશો. ખાનપાનની સ્વસ્થ આદતોથી લાભ મળશે. આજે ભાગ્ય 89 ટકા તમારાં પક્ષમાં રહેશે, હનુમાનજીને સિંદૂર ભેટ કરો.
મકર (Capricorn):-આજે જે પણ ટ્રેડિંગના અવસરો છે તેને ધ્યાનથી જોવા જોઇએ અને સમયસર નિર્ણય લેવા અનિવાર્ય છે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ અનુકૂળ રહેશે. પરિવાર અને મિત્રોના સહયોગ મળવાથી દિવસ આરામદાયક રીતે પસાર થશે. આજે ભાગ્ય 61 ટકા તમારાં પક્ષમાં રહેશે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો.
કુંભ (Aquarius):-આજે ઓફિસ પોલિટિક્સથી દૂર રહીને તમારાં કામ પર ધ્યાન આપો, નહીં તો કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. મનોરંજન પર ખર્ચ કરી શકો છો. તમારાં સપનાઓને પૂરાં કરવા આગળ વધો. વ્યવસાયમાં સફળતા મળશે. આજે ભાગ્ય 93 ટકા તમારાં પક્ષમાં રહેશે, જરૂરિયાતમંદ લોકોની મદદ કરો
મીન (Pisces):-આજે દિવસ અત્યંત આનંદદાયક અને રોમાંચક પસાર થશે, વૈવાહિક જીવનમાં જીવનસાથી સાથે વધુ સમય પસાર કરવાની આવશ્યકતા છે. નોકરીયાત વર્ગ કામમાં વ્યસ્ત રહેશે. અનાવશ્યક ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આજે ભાગ્ય 64 ટકા તમારાં પક્ષમાં રહેશે, ગણેશજીને લાડુનો ભોગ ધરાવો.
Reporter: News Plus