News Portal...

Breaking News :

નસવાડી પેટ્રોલ પંપ માલીકે રૂ.15 લાખના ડીઝલ પેટ્રોલની ચોરીનો આક્ષેપ લગાવી ટેન્કર ડ્રાયવરને અપહરણ કરી માર મારી મોઢામાં પેશાબ કર્યાની ફરિયાદ નોંધાઈ : પેટ્રોલ પંપ માલીકે ડ્રાઈવર સામે પણ ચોરીની ફરિયાદ નોંધાવી

2024-07-12 21:25:21
નસવાડી પેટ્રોલ પંપ માલીકે રૂ.15 લાખના ડીઝલ પેટ્રોલની ચોરીનો આક્ષેપ લગાવી ટેન્કર ડ્રાયવરને અપહરણ કરી માર મારી મોઢામાં પેશાબ કર્યાની ફરિયાદ નોંધાઈ : પેટ્રોલ પંપ માલીકે ડ્રાઈવર સામે પણ ચોરીની ફરિયાદ નોંધાવી


નસવાડીના એક પેટ્રોલ પંપ ના માલીક દ્વારા પોતાની ટેન્કર ચલાવતા ડ્રાઈવર સામે રું.15 લાખના પેટ્રોલ ડીઝલ ચોરીનો આક્ષેપ લગાવીને તેને અપહરણ કરી રૂમમાં પૂરી દઈ માર મારતો હતો અન તેના મોઢામાં પેશાબ કર્યનાઈ શરમજનક ઘટના સામે આવી છે.જે અંગે બન્ને પક્ષે સામ સામે ફરિયાદ થતાં નસવાડી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા છે



છોટા ઉદેપુર જીલ્લાના નસવાડી ખાતે આવેલ જાય નારાયણ પેટ્રોલ પંપ ખાતે ધવલ તરબદા ટેન્કર ડ્રાઈવર ની નોકરી કરે છે.જે ગત 8 જુલાઈના રોજ સવારે વડોદરાથી પેટ્રોલ ભરાવીને સાંજે 4 વાગ્યાના અરસામાં પરત આવ્યો હતો.અને પેટ્રોલ ખાલી કરાવીને ત્યાં બેઠો હતો.ત્યારે પેટ્રોલ પંપના માલીક હરીશ કંદાણી એ ધવલ ને ઓફિસમાં બોલાવી મેનેજર જયદીપસિંહ દરબાર તથા શંકરભાઈ તળપદા હાજર હતા ત્યારે પૂછ્યું કે તું લાગ્યો ત્યારથી છેલ્લા બે વર્ષથી પેટ્રોલ ડીઝલની ચોરી કરે છે. અને તે કોને વેચે છે ? ત્યારે ડ્રાઈવર ધવલે નન્નો ભણીને હુ કોઈ ચોરી કરતો નથી તેવો જવાબ આપતા માલીક હરીશભાઇએ ડ્રાઈવર ધવલને બે કલાક સુધી ઓફિસમાં પૂરી રાખ્યો હતો, ત્યારે ડ્રાઈવર ધવલના ફુઆ ભરતભાઈ તરબદા ત્યાં આવતા ધવલ અને તેના ફુઆ બંન્ને મોટર સાયકલની ચાવી હરીશભાઈએ લઈ લીધી હતી.



ત્યારબાદ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં હરીશભાઇએ તેમના ભાઈ ધીરજ કંદાણી તેમની ભૂરા કલરની ફોર વ્હીલ ગાડીમાં ધવલનું અપહરણ કરીને બળજબરીથી બેસાડીને તાડકાછલાં ગામે આવેલી નારાયણ જીનમાં લઈ ગયા હતા, ત્યાં ધવલને એક રૂમમાં પૂરી દીધો હતો. ફરીથી ત્યાંથી નસવાડી જવા નીકળ્યા હતા અને રસ્તામાંથી ફરી નારાયણ જીનમાં લાવીને રૂમમાં પૂરી દીધો હતો.



     બીજા દિવસે  તા. 9 જુલાઈના રોજ સવારે લગભગ દશ અગિયાર વાગ્યાની આસપાસ હરીશભાઈ કંદાણી તથા ધીરજભાઈ કંદાણી

તથા સુરેશભાઈ કંદાણી તથા પોપટભાઈ લાકડી લઈને આવ્યા હતા,  અને કહ્યું કે "તારે હિસાબના પૈસા આપવાના છે કે નહિ" તેમ પૂછતા ધવલે મે કોઈ ચોરી નથી કરી તેમ જણાવતા જ પેટ્રોલપંપના માલિક દ્વારા ધવલને નીચે પાડી દઈને ધવલને કપડા કઢાવીને નાખી તેને  નિર્વસ્ત્ર કરી અને ચારેય જણાંએ વારાફરતી ગાળો દઈને લાકડી વડે  માર માર્યો હતો.અને કહ્યું કે જ્યાં સુધી રૂ.15 લાખનું નુકસાન કર્યું છે તે નહિ આપે ત્યાં સુધી  તને અહી રૂમમાં પૂરીને માર મારીશું  તેવી ધમકીઓ આપી હતી.અને ત્યાર બાદ ત્રણેય જણાંએ ધવલને મોઢામાં પેશાબ કરીને શરમજનક રીતે ધવલનુ અપમાન કર્યું હતું. 



     આટલું ઓછું હોય તેમ ધવલને મોબાઇલથી તેના ફુઆ ભરતભાઈ તરાબદાને ફોન કરાવ્યો હતો અને વાત કરવા કહ્યું હતું અને સાથે તેની માતા સાથે વાત કરીને રૂ.15 લાખ રોકડાની માંગણી કરી હતી, અથવા સીના ચાંદીના ઘરેણાં અથવા જમીન નામે કરી આપવાની માંગણી કરી હતી અને ફોન મુકીને જતાં રહ્યાં હતાં.ઉપરાંત ધવલ પાસે કોરા કાગળ ઉપર સહી પણ કરાવી લીધી હતી.અને બીજા દિવસે તા.10 જુલાઈના રોજ ચાર વાગ્યાના અરસામાં ધવલને બીજા કોડા પહેરાવી હરીશભાઈ કંદાણી તથા તેમના ભાઈ ગાડીમાં બેસાડી નસવાડી લઈ જઈ ઉતારીને જતાં રહ્યાં હતાં. 


     આ વાતની જણ dhavle તેના પરિવારને કરતા નસવાડી પોલીસ મથકે ફરિયાદ કરવા જવા છતાં તેની ફરિયાદ લેવામાં આવી ન હતી, પરંતુ ગઈકાલે સાંજે આ અંગે ધારાસભ્ય અભેસિંહ તડવી e દરમિયાનગીરી કરતા નસવાડી પોલીસે ચાર જણા હરીશ કંદાણી,ધીરજ કંદાણી,સુરેશ કંદાણી અને પોપટ કંદાણી સામે ફરિયાદ નોંધી હતી. તો સામે હરીશ કંદાણીએ પણ ડ્રાઈવર ધવલ તરબદા સામે રૂ.15 લાખની ડીઝલ પેટ્રોલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ થયા નસવાડી પોલીસે બ આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: News Plus

Related Post