પુનિયાવાંટ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે 60 થી વધુ બાળકોને વાઇરલ તથા પ્રાથમિક ફૂડ પોઇઝનિંગની અસર થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
છોટા ઉદેપુર જીલ્લાના આદિવાસી બાળકોને શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલ બનાવવામાં આવી છે.જેમાં પુનિયાવાંટ ખાતેની એકલવ્ય મોડેલ સ્કૂલના 60 કરતા વધુ બાળકોને આજે વહેલી સવારથી જ માથાના દુખાવો, તાવ તેમજ કેટલાક બાળકોને પેટમાં દુખાવાની ફરિયાદ થતી હતી, જેને લઇને આ બાળકોને એકલવ્ય મોડેલી કુલ ખાતે જ સ્ક્રીનીંગ કરાવવામાં આવ્યું હતું. પરંતુ આખી દિવસ રાહ જોયા બાદ તમામ બાળકોને હોસ્પિટલ ખેડવામાં આવ્યા હતા, જેમાં 46 જેટલા બાળકોને તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.જ્યારે 23 જેટલા બાળકોને છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખેસેડવામાં આવ્યા હતા.
મોટાભાગના બાળકોને માથાનો દુખાવો તથા તાવની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા.અહતવની વાત એ છે કે સવારથી પીડાઈ રહેલા બાળકોને છેક સાંજે લગભગ 5 વાગ્યાના અરસામાં હોસ્પિટલ ખસેડવામાં આવતા શંકા કુશંકા સેવાઈ રહી છે.
આ ઘટનાને લઈને જીલ્લા કલેકટર અનિલ ધામેલિયા અને જીલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુલાકાત લઈને મીડિયા સાથે વાતચીત કરી હતી, તેઓએ જણાવ્યું કે સવારમાં થોડા બાળકોએ પ્રાથમિક કંપ્લેઇન કરી હતી,બપોરે આ બાળકોને થોડો તાવ આવતા બધાને સ્ક્રીનીંગ શરૂ કરી દીધું હતું.આરોગ્યની અલગ અલગ ટીમો બનાવીને પાંચ ટીમો મારફતે સ્ક્રીનીંગ કર્યું હતું, 327 બાળકો જે હોસ્ટેલમાં રહે છે. એમનું સ્ક્રીનીંગ કરતા એમાંથી જે બાળકોને તાવના લક્ષણો વધારે છે તે તમામ બાળકોને પ્રાથમિક રીતે સ્ક્રીનીંગ કરીને આવશ્યક લાગે એમને પ્રીવેંટિવ મિકેનીઝમ તરીકે તેજગઢ સી.એચ.સી. અને છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ કર્યા છે. હાલના તબક્કે તમામ બાળકો સ્ટેબલ છે. અન્ય કોઈ ગંભીર લક્ષણો નથી પણ તમામ બાળકો મેડિકલ સુપરવિઝન નીચે રહે એ આપને એનસ્યોર કર્યું છે. પ્રાથમિક રીતે વાઇરલ ફિવરના લક્ષણો તમામ છે અમે તમામ શક્યતાઓ ચકાસીએ છે અને આરોગ્યની ટીમ પણ ત્યાં અત્યારે છે અને ટીમ પણ સત્તવતેમના કારણોની શોધ કરી રહી છે. અને આરોગ્યની ટીમ, એમ્બ્યુલન્સ અને બાકી બધી વ્યવસ્થાઓ ત્યાં ઉપલબ્ધ કરાવી છે. ધનુર ની 29 બાળકોની રસી મુકાવી હતી જેમાંથી 27 બાળકો સ્ટેબલ છે એની સાથે આને કોઈ લિંક નથી.
Reporter: News Plus