News Portal...

Breaking News :

ગોત્રી બંસલ મોલ પાસે રહેણાંક વિસ્તારમાં વિદેશી દારૂનો વેપલો કરતી મહિલા બુટલેગરને ક્રાઇમ બ્રાન

2024-07-12 20:06:38
ગોત્રી બંસલ મોલ પાસે રહેણાંક વિસ્તારમાં વિદેશી દારૂનો વેપલો કરતી મહિલા બુટલેગરને ક્રાઇમ બ્રાન






વડોદરાના ગોત્રી વિસ્તારમાં દારૂનો ધંધો કરતી મહિલા બુટલેગર ફરી એકવાર દારૂની બોટલો તેમજ ડિલિવરી માટે રાખેલા વાહનો સાથે ઝડપાઈ છે. પોલીસે બે વાહન ચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે.  ગોત્રી વિસ્તારના બંસલ મોલ પાસે ઈ લાઈટ હાર્મોનિયમ એપાર્ટમેન્ટમાં રહેતી સરોજ સુરેશભાઈ ઠક્કર ફરી એકવાર દારૂનો ધંધો કરી રહી હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે સરોજ ઠક્કરને ઝડપી પાડી રૂ.12,000 ની કિંમતની 35 બોટલ કબજે કરી હતી. 



જ્યારે દારૂની ડિલિવરી માટે રાખેલી રીક્ષા, થ્રી વ્હીલ ટેમ્પો અને એક સ્કૂટર પણ કબજે કર્યા હતા. જ્યારે પોલીસને જોઈ સ્કૂટર મૂકી ભાગી છૂટેલા યુવરાજસિંહ ઉર્ફે ભયલુ ભીખાભાઈ ડોડીયા અને ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે. નોંધનીય છે કે મહિલા બુટલેગર અગાઉ 36 વાર પોલીસના હાથે પકડાઈ ચૂકી હતી. 6 વાર પાસા હેઠળ રાજ્યની જુદી જુદી જેલોમાં જઈ આવી છે. જ્યારે એકવાર તડીપાર પણ થઈ હતી.


...

Reporter: News Plus

Related Post