News Portal...

Breaking News :

નાસાએ એક વીડિયો જાહેર કર્યોવિકસિત દેશો સૌથી વધુ Co2નું ઉત્સર્જન કરે છે!

2024-08-03 13:06:11
નાસાએ એક વીડિયો જાહેર કર્યોવિકસિત દેશો સૌથી વધુ Co2નું ઉત્સર્જન કરે છે!



ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું તાપમાન ઘણું વધી રહ્યું છે.  અમેરિકન સ્પેસ એજન્સી (નાસા) એ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં દુનિયાભરમાં કાર્બન ડાયોક્સાઈડ (Co2)ના વાદળો દેખાઈ રહ્યા છે. આ નકશો એક ખાસ કોમ્પ્યુટર અને મોડલ દ્વારા બનાવવામાં આવ્યો છે. 



કાર્બન ડાયોક્સાઇડનો આ નકશો GEOS (ગોડાર્ડ અર્થ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ) નામના મોડેલ દ્વારા બનાવવામાં આવ્યો છે. GEOS એ સુપર કોમ્પ્યુટર દ્વારા સંચાલિત હાઇ-રીઝોલ્યુશન વેધર રીએનાલિસિસ મોડલ છે. આ સિસ્ટમ દ્વારા વાતાવરણની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. 



આ વીડિયોમાં દર્શાવ્યું છે કે આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેવી ભળી રહ્યો છે અને કેટલો નુકસાનકારક સાબિત બને છે. નાસાના વૈજ્ઞાનિક લેસ્લી ઓટના જણાવ્યા અનુસાર ચીન, અમેરિકા અને દક્ષિણ એશિયાના વિકસિત દેશો સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરી રહ્યા છે.
આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના જંગલોમાં આગ લાગવાથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. આ ઉપરાંત તેલ અને કોલસો સળગાવવાથી પણ વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધે છે. નાસાના રિપોર્ટ અનુસાર મે 2024માં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા 427 ભાગ પ્રતિ મિલિયન નોંધવામાં આવી છે.

Reporter: admin

Related Post