નારી વંદન ઉત્સવ-૨૦૨૪ના પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત વડોદરા જિલ્લાના આદર્શ નિવાસી અનુ જાતિ કન્યા શાળા દ્વારા દરજીપુરા ખાતે મહિલા સુરક્ષા, સ્વરક્ષણ, સાયબર ક્રાઇમ અને અન્ય બાબતો વિશે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં દુરણી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ અમૃતા અને પ્રેમીલા દ્વારા મહિલા સુરક્ષાની વિદ્યાર્થીઓ અને વડોદરા શહેર પોલીસના મહિલાઓએ ઉંડાણપૂર્વક જાણકારી આપતો જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવ ૧ ઓગસ્ટ થી ૮ ઓગસ્ટ સુધી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જ્યાં સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓ થશે. તેને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસે પ્રથમ દિવસને મહિલા સુરક્ષા દિવસ તરીકે ઉજવ્યો હતો
અને દરજીપુરા આદર્શ નિવાસી અનુ જાતિ કન્યા શાળામાં વિદ્યાર્થીઓ અને વિભાગના મહિલા પોલીસ કર્મચારીઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન મહિલા કોન્સ્ટેબલ અમૃતા દ્વારા સાયબર ક્રાઈમ અને સલામતીનાં પગલાંનું જ્ઞાન, સ્વરક્ષણ પ્રદર્શન, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સુખાકારી માટે Sheની ટીમની પ્રવૃત્તિઓ, E FIR વિશેની માહિતી અને અન્ય મહત્વપૂર્ણ ટીપ્સ આપવામાં આવી હતી. આનો ઉદ્દેશ્ય મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો અને તેમને વિવિધ ગુનાઓ અને તેમની સુરક્ષા માટે અસરકારક પગલાં વિશે જાગૃત કરવાનો છે.
Reporter: admin