વડોદરા શહેરમા સફાઇનુ સ્તર સુધરે અને આપણુ વડોદરા સ્વચ્છ અને સ્વસ્થ બને તે ઉદ્દેશ્ય થી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્થાયી સમિતિના ડો .શીતલ મિસ્ત્રીની અધ્યક્ષ ઠરાવ અંક ૫૪૩/તા.૯/૧૧/૨૦૨૩ થી વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડના સેનેટરી/ એન્જીનીયરીંગ વિભાગમાં માનવદિન તથા કરાર આધારીત સફાઇ સેવકો પૈકી કુલ-૭૨૦ દિવસની કામગીરી પુર્ણ કરેલ હોય તેવા માનવદિન / કરાર આધારીત ૧૨૦૦ જેટલા સફાઇ સેવકોને રોજિંદારીમાં પરિવર્તીત કરવાની યોજનાની સૈધાંતિક મંજુરી આપેલી હતી
જે પૈકી કુલ ૧૩૭ કેટલા કર્મચારીઓકર્મચારીઓની સતત ૭૨૦ દિવસની સારી અને સંતોષકારક કરેલ કામગીરીને અનુલક્ષી આ સર્વે ૧૩૭ સફાઇ કર્મચારીઓને રોજીંદારીમા પરિવર્તિતિ કરવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામા આવેલ હોઇ તમામ કર્મચારીઓ દ્વારા આજ રોજ આ નિર્ણયને વધામી મેયર પિંકી સોની અને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રીનુ શાલ ઓઢાડી પુષ્પગુચ્છઆપી સમ્મન કરવામા આવેલ તે બદલ સૌનો આભાર વ્યક્ત કરેલ હતો.
સાથે સ્થાયી સમિતિ ડૉ.શીતલ મિસ્ત્રી તમામ કર્મચારીઓને પોતાની બીટ મુજબ સફાઇમા અગ્રેસર રહેવા અને પોતાનુ શહેર પોતાનુ ઘર સમજી સ્વચ્છ વડોદરા સ્વસ્થ વડોદરા બનાવવા પ્રેરણા આપી હતી.
Reporter: