મહાનગરપાલિકા વોર્ડ નંબર 7 માં મેયર અને ચેરમેનની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી હતી. જેમાં સ્થાનિક કાઉન્સિલરો સંગઠનની ટીમ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે સ્થાનિક કાન્સિલર અને સંગઠન દ્વારા વિસ્તારના વિકાસના કામો સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 ની ઉત્તર ઝોનની કચેરીમાં મેયર પિન્કી સોની, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રી દ્વારા સંકલન બેઠકની શરૂઆત માંજ દરેક વિભાગના એંજીનીયરો સાથે સંવાદ કરી પોસ્ટ ફ્લ્ડની કામાગીરી સંદર્ભે જરૂરી સુચના આપી હતી જેમા મુખ્યત્વે લો-લાઇન એરીયા અને ખાડા પડેલા રોડોનુ કાઉંસીલર ઓ સાથે સંકલનમા રહી લિસ્ટ બનાવવવુ, લો પ્રેશર વાળા એરીયા તથા વર્શો જુની પાણીની લાઇનોના એરીયનુ તથા વરસાદી ગટરો તથા કાંસો ઉપર થયેલ દબાણોનુ લિસ્ટ બનાવી અઠવાડીયામા રજુ કરવા કડક શબ્દોમા સુચના આપી છે. વડોદરા શહેરની એંટ્રી પોઇંટ અમિતનગર બ્રિજની નીચેના ભાગમા રેગ્યુલર સાફ-સફાઇ કરવા તથા દબાણો હટાવી પેવર બ્લોક બેસાડવા સુચન કર્યુ હતુ. કન્સ્ટ્રકશન અને ડેમોલિશન વેસ્ટ માટે સરકારની સુચના મુજબ RRR ફેસેલિટિ સેંટર ઉપર જમા કરાવવા તથા વોર્ડ વિસ્તારમાથી કચરાના ઓપન સ્પોટની રોજ્બરોજ સાફ સફાઇ કરવા જણાવેલ સાથે વોર્ડ ઓફિસર અને આસી.મ્યુનિ.કમિશનર દ્વારા વોર્ડમા સઘન મોનિટરીંગ કરી સફાઇ કરાવવે તથા દબાણો અંગે અન્ય વિભાગો સાથે સંકલનમા રહિ હટાવવા સહિત આવા ઇસમોને નોટીસ તથા દંડ પણ ફટકારવા ચેરમેને જણાવ્યુ હતુ. હેલ્થ વિભાગ દ્વારા ક્લોરીનની ટેબલેટનુ વિતરણ, દવાઓનો છંટકાવ, ફોગીંગની ચાલી રહેલી માહિતિ મેડવી મેડીકલ કેમ્પોનુ આયોજન કરવા સુચના આપી હતી.
આમ સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા તમામ મુદ્દઓને આવરી લૈ અધિકારી કર્મચારીઓને પ્રો એક્ટિવલી કામગીરી કરવા સુચના આપી હતી. વોર્ડ નં ૭ ના કાઉંસિલર બંદિશ શાહ, શ્વેતા ઉત્તેકર, ભૂમિકા રાણા, તથા વોર્ડની સંગઠણની ટીમ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને રજુઆતો કરવામા આવી હતી જેમા મુખ્યત્વે ઇન્દીરાનગર પાસે કાસમઆલા કબ્રસ્તાન પાસે થી પસાર થતી કાંસ ઉપર અવરોધ રૂપ દિવાલ હટાવાવા, સંદર્ભે રજુઆત થતા ચેરેમેન દ્વારા સદરહુ દિવાલ ઉપરથી ફિડર લાઇન પસાર થતી હોય વહેલી તકે ઝોન અને બ્રિજ પ્રોજેક્ટના એંજીનીયરોને સંકલન કરાવા જણાવ્યુ. કારેલીબાગ શાક માર્કેટ રોડ પરથી હટાવી અન્ય જગ્યા એ સ્થાળાંતરીત કરવા, શુક્રવારી બજાર સંદર્ભે યોગ્ય નિતિ બનાવી આયોજન કરવા તથા ચાર રસ્તા પર વસવાટ કરતા ભિક્ષુકો વસવાટ કરે છે તેઓને હટાવવા, દબાણો હટાવવા, સફાઇ, ટ્રાફિક જેવા મુદ્દઓ ઉપર રજુઆત કરવામા આવી હતી.જે સંદર્ભે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રી દ્વારા અધિકારીઓને સભાસદ ઓની રજુઆતો સંદર્ભે પ્રાથમીકતાના ધોરણે કામગીરી કરાવા તથા કરેલ કામગીરી સંદર્ભે જાણ કરવી. દરેક અધિકારી અન્ય વિભાગોના એંજીનિયરો સાથે સંકલન કરી સભાસદોની રજુઆત અને નાગરીકોની સમસ્યાનો પ્રો એક્ટીવલી ઉકેલ લાવવા જણાવ્યુ સાથે ડે.મ્યુનિ.કમિશનરે મુખ્ય્ત્વે સંકલન કરી કાઉંસીલરની રજુઆતોનો નિકાલ કરાવવાનો રહેશે. આ બેઠક માં મેયર પિન્કી સોની,સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, ડે .મેયર ચિરાગ બારોટ, દંડક શૈલેષ પાટીલ, ડે. મ્યુનિ.કમિશનર ભાવનાબા ઝાલા, આસિ.મ્યુનિ.કમિશનર કાર્યપાલક ઈજનેર, વોર્ડના કાઉનસીલર તથા સંગઠનની ટીમ, ડેપ્યુટિ એંજીનીયર તમામ પ્રોજેક્ટના ડે.એન્જીનીય, આરોગ્ય શાખાના ડે.હેલ્થ ઓફિસર તથા અન્ય અધિકારી કર્મચારીઓની ઉપસ્થિતિમાં વોર્ડ ૭ ની સંકલન બેઠકનું આયોજન ઉત્તર ઝોનની કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.
Reporter: admin