News Portal...

Breaking News :

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ યુપી- બિહાર મુલાકાતે

2024-06-17 18:00:13
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ યુપી- બિહાર મુલાકાતે


સત્તત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી 18-૧૯ જૂન દરમિયાન યુપી - બિહાર ની મુલાકાત લેશે આ દરમિયાન ખેડૂત ના ૧૭ માં હપ્તાહ હેઠળ ૨૦ હાજર કરોડ થી વધુ રકમ આપશે . 


વડાપ્રધાને જણાવ્યું કે તેઓ સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ૧૮ જૂને કિશાન સન્માન સંમેલન માં ભાગ લેશે . વડાપ્રધાન 18-૧૯ જૂને સ્વ- સહાય જૂથો ની લગભગ ૨૫૦૦૦ થી વધુ મહિલાઓ ને કૃષિ સખી તરીકે પ્રમાણપત્ર આપશે અને બિહાર માં નાલંદા યુનિવર્સિટી કેમ્પસ ના ઉદ્ઘાટન ના ભાગ બનશે .વડાપ્રધાન નરેન્દ્ર મોદી  દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી નિહાળી કાશી વિશ્વનાથ મંદિર માં પૂજા દર્શન કરશે .વડાપ્રધાન કિશાન ના ૧૭ માં હપ્તા હેઠળ ૨૦૦૦૦ કરોડ થી વધુ રકમ રીલીજ કરશે. અંદાજિત ૯ .૨૬ કરોડ લાભાર્થી ખેડૂતો ને આ લાભ મળશે .ત્રીજી વાર વડાપ્રધાન બન્યા પછી ની આ પ્રથમ વારાણસી ની મુલાકાત છે , વડાપ્રધાન સપથ લીધા પછી પ્રથમ ફાઈલ ખેડૂત કલ્યાણ માટે ની હતી જેમાં હસ્તાક્ષર કર્યા હતા .


વડાપ્રધાન એ જણાવ્યું હતું કે કૃષી સખી કન્‍વર્જન્‍સ પ્રોગ્રામ' નો ઉદ્દેશ્‍ય કૃષિ સખીઓ ને યોગ્ય તાલીમ આપવનો છે . જે ગ્રામીણ મહિલાઓ ને જીવન માં પરિવર્તન લાવવામાં માટે નો ઉદેશ્ય છે . ત્યાર બાદ બુધવારે મોદીજી બિહાર ની નાલંદા યુનિવર્સિટીના કેમ્પસ માં ઉદ્ઘાટન કરશે અને સભા સંબોધિત કરશે . જે સમારોહ માં ૧૭ દેશો ના વડાઓ અને ઘણા મહાનુભાવો ની હાજરી હશે . આ કેમ્પસ  વધુ માં વધુ ક્ષમતા ધરાવતો હોવાનું જણાય છે , વધુ જાણવા મળ્યું છે કે ૧૯૦૦ ની બેઠક ધરાવતો ૪૦ વર્ગખંડ ધરાવતો બ્લોક્સ છે . જેમાં ઘણીં બધી સુવિધાઓ છે જેમાં પીવાના પાણી ના શુદ્ધિકરણ પ્લાન્ટ , વાટૅર રિસાયકલિંગ પ્લાન્ટ , સોલાર પ્લાન્ટ્સ વિગેરે ની સુવિધાઓ રાખેલી છે . આ ઉદ્ઘઘાટન માં ૧૭ દેશ ના વડાઓ ને અનેક મહાનુભાવો ની હાજરી હશે .

Reporter: News Plus

Related Post