જય રણછોડ નાસ્તા હાઉસમાંથી મજૂરી કામકરતા બાળકને પોલીસની ટીમે રેસ્ક્યૂ કર્યો છાણીની હોટલના માલિક સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી
શહેરના છેવાડે આવેલા છાણી ગામની રામાકાકાની દેરી પાસેના જય રણછોડ નાસ્તા હાઉસમાંથી પોલીસે મજૂરીકામ કરતા 12 વર્ષના બાળકને મુક્ત કરાવ્યો હતો. અને નાસ્તા હાઉસના માલિક સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.વડોદરા પોલીસની એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ વિભાગના અધિકારીઓની એક ટીમ છાણી ગામ પાસે પહોંચી હતી. તેમની પાસે બાતમી હતી કે, રામાકાકાની દેરી પાસેની જય રણછોડ નાસ્તા હાઉસ નામની રેસ્ટોરાંમાં એક બાળક પાસે મજૂરી કામ કરાવડાવવામાં આવે છે.
જેથી પોલીસની ટીમે દરોડો પાડીને રેસ્ટોરાંમાંથી બાળમજૂરને રેસ્કયૂ કર્યો હતો. અને રેસ્ટોરાંના માલિક વેદપ્રકાશ ગોપાલરાય શર્મા (રહે. પુષ્પક ટેનામેન્ટ, પૂનમ ચાર રસ્તા, વેમાલી રોડ)ની સામે છાણી પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.
Reporter: News Plus