દિવાળી પરવાર નિમિત્તે શહેરના છેવાડે આવેલા ચાણસદ ગામે નારાયણ સરોવરના કિનારે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પાંચ દિવસ સુધી દિવાળી ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
દિવાળી અને નવા વર્ષના પર્વને લઈને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મ સ્થળ એવા ચારસદ ગામ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પાંચ દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો પ્રમુખસ્વામીના જન્મ સ્થળે બનાવવામાં આવેલ નારાયણ સરોવર કિનારે 11 હજાર દીવડાઓ પ્રગટાવી ઉત્સવ બનાવવામાં આવ્યો હતો. જેને લઇને નારાયણ સરોવર જગમગી ઉઠ્યું હતું સાથે જ હજારોની સંખ્યામાં સ્વામી ભક્તો નારાયણ સરોવર ગામે પહોંચ્યા હતા
બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મ સ્થળ ગામે ભવ્યથી ભવ્ય દિવાળી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ ઉત્સવમાં પાંચ દિવસ સુધી બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વિવિધ કાર્યક્રમનો આયોજન કરવામાં આવેલ છે તેમજ દિવાળી નિમિત્તે ભવ્ય કાર્યક્રમને લઈને હજારોની સંખ્યામાં સ્વામી ભક્તો ચારસદ ગામે પહોંચ્યા હતા.
Reporter: