શાળા પ્રવેશોત્સવ ના આજના અંતિમ દિવસે એટલે કે, ૨૮ જુન ના રોજ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ ના તૃતીય દિવસની ઉજવણી ૩૭ પ્રાથમિક શાળાઓમાં (જેમાં ૩૬ ગુજરાતી માધ્યમ અને 0૧ અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે) શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી હાથ ધરવામાં આવેલ છે.
આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં ૧૭૨૮ બાળકોને અને ધોરણ -૧ થી ૮ માં ૧૦૬૭ વિદ્યાર્થીઓને વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવેલ છે. આમ, "શાળા પ્રવેશોત્સવ" ના આ ત્રણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં દરમિયાન બાલવાટિકામાં ૪૦૨૮ બાળકોને અને ધોરણ -૧ થી ૮ માં ૩૪૦૮ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવેલ છે.શાળા પ્રવેશોત્સવ" ની ઉજવણીમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગર કક્ષાએ ભાગ લેવા બાલકૃષ્ણ શુક્લા સાહેબ,મુખ્ય દંડક,ગુજરાત વિધાનસભા, યોગેશભાઇ પટેલ, માનનીય ધારાસભ્ય, માંજલપુર વિધાનસભા, કેયુરભાઇ રોકડીયા, માનનીય ધારાસભ્ય સયાજીગંજ વિધાનસભાઈ ડૉ.શિતલભાઇ મિસ્ત્રી, માનનીય ચેરમેન સ્ટેન્ડીગ કમિટી, વડોદરા મહાનગર સેવા સદન મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવવામાં આવેલ હતો. મહાનગર પાલિકાનાં પદાધિકારીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ મિનેષભાઈ પંડ્યા, જીલ્લા શિક્ષણાધિકારી આર.આર.વ્યાસ સાહેબ, તથા શહેર સંગઠનના વિવિધ પદાધિકારી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી “શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિવિધ શાળાઓમાં જઈને ધોરણ-૧, બાલવાટિકામાં પ્રવેશ મેળવતાં બાળકોને કુંમ કુંમ તિલક કરી આવકારવામા આવ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા એક શૈક્ષણિક કીટ આપવામાં આવી છે. જેમાં બેગ, વોટર બેગ, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, ફુટપટ્ટી, કંપાસ, વોટર બેગ, બુટ - મોજા, ગણવેશ જેવી વિવિધ સામગ્રીનો સમાવેશ થાય છે.આજના શાળા પ્રવેશોત્સવમાં માનનીય મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય અંગ્રેજી પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે,સરકાર દ્વારા ગુજરાતના તમામ જીલ્લોમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરુ કરી, રાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોચાડવા છેવાડાના ઘર સુધી અંગ્રેજી શિક્ષણ પહોચે તે હેતુથી સરકાર દ્વારા અંગ્રજી માધ્યમની શાળાની મંજુરી આપવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યનું ઉત્તમ શિક્ષણ મેળવી રહ્યા છે.
તેમજ આ શાળાની દીકરીઓએ નેશનલ લેવેલ રમતગમત ક્ષેત્રે ખો-ખો ની રમતમાં ભાગ લીધેલ છે. નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતિ વિજ્ઞાન સાધના યોજનાનો દીકરીઓ વધુમાં વધુ લાભ મેળવી ગુણવતા લક્ષી શિક્ષણ મેળવે તેવા પ્રયત્નો કરવા જણાવવામાં આવ્યું.આ સાથે સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય કચેરી દ્વારા તમામ શાળાઓનાં વિદ્યાર્થીઓને મારી લેખન પોથી નોટબુક, ફ્લેશ કાર્ડ, ચાર્ટ, ચિત્રપોથી, વર્તાપોથી નિપુર્ણ ભારત કર્યોન ,સચા, પેન્સિલ ,જેવી વિવિધ સામગ્રી પણ પુરી પાડવામાં આવેલ છે. ઉપરાંત સમગ્ર શિક્ષા દ્વારા ૨૧૨ દિવ્યાંગ બાળકોને MSID KIT ૧૩૮ દિવ્યાંગ દીકરીઓને ૨૦૦૦ રૂપિયા ગર્લ્સ સ્ટાઇપેન્ડ જેવી વિવિધ રકમ બાળકનાં ખાતામાં ડાયરેક જમાં કરાવામાં આવેલ હતી. તેમજ જરુરીયાત મુજબની શાળામાં ટ્રાન્સર્પોટેશ પૂરું પાડવામાં આવે છે. આ વર્ષે “શાળા પ્રવેશોત્સવ” ની ઉજવણી દરમિયાન વૃક્ષારોપણ તથા પર્યાવરણની જાળવણી અંગેની જાગૃતિ ફેલાય તે માટે એક ઉત્તમ પહેલ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે જેનાં ભાગરૂપે “શાળા પ્રવેશોત્સવ” માં ઉપસ્થિત રહેનાર તમામ મહાનુભવો, પદાધિકારિ અધિકારી વગેરે દ્વારા સંકલ્પ વૃક્ષનું આરોપણ કરવામાં આવેલ છે. અને એક બાલ એક ઝાડ નાં સંકલ્પ સિધ્ધી માટે શાળા પરિવારમાં જાગૃતિ ફેલાઈ અને શાળા કક્ષાએ વિદ્યાર્થીગણ, વાલીગણ વગેરેને આ બાબતે જાગૃત કરીને પર્યાવરણની જાળવણી માટેના પ્રયત્નો હાથ ધરાય તે મુજબ આયોજન કરવામાં આવેલ હતું.
Reporter: News Plus