News Portal...

Breaking News :

માંજલપુરમાં જય શ્રીનાગ નાગેશ્વરી મંદિર ખાતે નાગ પંચમીની ઉજવણી

2025-07-29 11:02:02
માંજલપુરમાં જય શ્રીનાગ નાગેશ્વરી મંદિર ખાતે નાગ પંચમીની ઉજવણી


વડોદરા : શ્રાવણ મહિનાની નાગ પંચમી નિમિત્તે માંજલપુર વિસ્તારમાં આવેલા જય શ્રી નાગ નાગેશ્વરી મંદિર ખાતે નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી છે.



માંજલપુરમાં એક અનોખી ઘટના બની હતી. જેમાં એક નાગણના વિયોગમાં નાગે પોતાના જીવનું બલીદાન આપ્યું હતું. જ્યાં સ્થાનિકોએ આજે નાગ-નાગેશ્વરી મંદિરનું નિર્માણ કરાવ્યું છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આજથી 22 વર્ષ પહેલા બલીદાનની એક અનોખી ઘટના બની હતી. જેના ફળ સ્વરૂપે આ વિસ્તારમાં નાગ નાગેશ્વરીની સમાધીનું મંદિર બનાવવામાં આવ્યું છે. જે શ્રદ્ધાળુંઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. માંજલપુર ગામના ઉત્તર દિશાના છેવાડે જયાં પહેલા પદમાટેક્ષ એન્જીનીયરીંગ નામની કંપની આવેલી હતી. જેના પાછળના ભાગે એક મોટો કુવો હતો. જે હાલમાં પુરી દઇ સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. તે જ સમયે મારૂતીવાનના પૈડાની ઝપટ વાગતા નાગણનું તત્કાળ મૃત્યુ થયું હતું.  નાગે પોતાની વ્હાલસોઇ નાગણના પ્રાણ વિનાના દેહને જોઇ તેની આજુબાજુ ચકકર લગાવી ખાતરી કરી કે, નાગણનો આત્મા શરીર ત્યજીને અનંતની યાત્રાએ ઉપડી ગયો છે. 


નાગણના ગયા પછી મારે અહિં પૃથ્વી ઉપર રહીને શું કામ છે ? કદાચ આમ વિચારીને નાગે પણ પોતાનું ફણીધર માથુ રોડ ઉપર પછાડી પછાડીને પ્રાણનો ત્યાગ કર્યો હતો. બલિદાનની આ ઘટના નજરો નજર નિહાળનાર બાજુમાં જ પાન પડીકીની લારી ચલાવતા યુવાને અહિં મેદાનમાં ક્રિકેટ રમતા ગામના યુવાન બાળકોને બોલાવ્યા. જોત જોતામાં સમગ ઘટના વાયુવેગે માંજલપુરમાં પ્રસરી હતી.  નાગ-નાગણના મૃત્યુનું ગ્રામજનોને દુ:ખ હતું. નાગ-નાગણના બલીદાનની ઘટના લોકોને યાદ રહે તે માટે ગ્રામજનોએ તેઓની સમાધી બનાવવાનો નિર્ણય કર્યો હતો. નાગ-નાગણના મૃતહેહને સમાધી આપવા માટે ગામના યુવાનોએ ખાડો ખોદવા માંડયો હતો. આ બનાવની જાણ આસપાસના  વિસ્તારોમાં થતા લોકો પણ નાગ-નાગણના દર્શન માટે આવવા લાગ્યા હતા. આવા સમયે રાત્રીના દશ વાગ્યાની આસપાસના સમયે એક સાધુ મહાત્મા જેવી ઉંમર લાયક અજાણી વ્યક્તિ અહીં આવી હતી. તમામ શ્રધ્ધાળુઓની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. નિ:સંતાન દંપતીઓ અહીંથી નિરાશ થઇને પાછા ગયા નથી. નાગ નાગેશ્વરીના આર્શીવાદથી તેઓના ધરે અવશ્ય પારણું બંધાય છે. આ સમાધી મંદિરમાં ગામના કેટલાક યુવાનો દ્વારા ફાગવેલ ખાતે ભાથીજી દાદાના મંદિરે જઈ રહેલા કોઇપણ પગપાળા યાત્રાસંઘને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

Reporter: admin

Related Post