News Portal...

Breaking News :

મેનહટનમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 4 લોકોના મોત

2025-07-29 10:12:12
મેનહટનમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 4 લોકોના મોત


મેનહટન: અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. સોમવારે (28 જુલાઈ) ન્યૂયોર્કના સેન્ટ્રલ મેનહટનમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 4 લોકોના મોત થયા છે. 


આ ઘટનામાં એક પોલીસ અધિકારીએ પણ જીવ ગુમાવ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, હુમલો કરનાર વ્યક્તિ પોતે પણ માર્યો ગયો છે. પોલીસે જણાવ્યું કે તેણે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, 27 વર્ષીય શેન તામુરા નામનો શખ્સ સાંજે લગભગ 6.30 વાગ્યે બંદૂક સાથે એક 44 માળની બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો. 


બિલ્ડિંગની અંદર પહોંચતા જ તેણે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું, જેમાં 4 લોકોનાં મોત થયાં. આ પછી, તે વ્યક્તિએ પોતાને પણ ગોળી મારી લીધી અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું. શને તામુરા લાસ વેગાસનો રહેવાસી હતો અને હુમલાખોર પાસે હેન્ડગન રાખવાનું લાયસન્સ પણ હતું.

Reporter: admin

Related Post