વડોદરા : મહાનગર પાલિકા દ્વારા નવાપુરા વિસ્તારમાં આવેલ 14 જેટલી મટન ચિકનની દુકાનો નોટિસોનો જવાબ ન આપતા સીલ કરી સપાટો બોલાવ્યો છે.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા 2 વર્ષ અગાઉ નવાપુરા વિસ્તારમાં આવેલ મટન ચિકનની દુકાનો ને નોટિસો આપવામાં આવી હતી દુકાનદારો ને તે નોટીસ નો જવાબ આપવા વારંવાર પાલિકા દ્વારા જાણવામાં આવ્યું હતું પણ તેમના દ્વારા કોઈ જવાબ ન મળતા આજરોજ વડોદરા મહાનગર પાલિકા દ્વારા નોટિસ ફટકારેલી મટન ચિકનની દુકાનોને સીલ કરવામાં આવ્યા હતા. 2 વર્ષ અગાઉ 14 જેટલી દુકાનો ને નોટિસ આપવામાં આવી હતી અને આજે એજ મટન ચિકનની દુકાનોને સીલ મારવામાં આવ્યા છે. જ્યારે,3 જેટલી દુકાનોના ગેરકાયદેસર ના ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા છે.

વડોદરા મહાનગર પાલિકામાં છેલ્લા કેટલા વર્ષોથી લાઇસન્સ અને એન ઓ સી રીન્યુ ના કરવાથી ચિકન સ્લોટીગમાં અને સ્લોટર હાઉસ માંથી ચિકન ખરીદી કરવા માટે કોઈ સરકાર માન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નોંધાયેલા અને ગુજરાત રાજ્ય પ્રદૂષણ લાયસન્સ ધરાવતા નહિ હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટીસ નો જવાબ ન મળતા આખરે વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલ મટન ચિકનની દુકાનોને સીલ મારવામાં આવી છે અને 3 જેટલી દુકાનોના ગેરકાયદેસર ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા છે.




Reporter: admin







