News Portal...

Breaking News :

ઓનલાઇન ઠગોને બેન્ક એકાઉન્ટની સવલત કરી આપનાર બે મદદગાર પકડાયા

2025-05-28 13:08:58
ઓનલાઇન ઠગોને બેન્ક એકાઉન્ટની સવલત કરી આપનાર બે મદદગાર પકડાયા


વડોદરા: ખાનગી કંપનીના એક માલિકના નામે 69 લાખની છેતરપિંડી કરવાના કિસ્સામાં ઓનલાઇન ઠગોને બેન્ક એકાઉન્ટની સવલત કરી આપનાર બે મદદગારને ઝડપી પાડવામાં આવ્યા છે.



ખાનગી કંપનીના એક અધિકારીને થોડા સમય પહેલા વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. જેમાં પ્રોફાઇલમાં કંપનીના માલિકનો ફોટો હતો. મેસેજ કરનારે માલિક તરીકે જ વાત કરી હતી અને સરકારી અધિકારી સાથે પ્રોજેક્ટના કામમાં બેઠો છું તાત્કાલિક પૈસાની જરૂર છે તેમ કહી 69 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ અધિકારીને પોતે ઠગાયા છે તેવી જાણ થતાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. 


જેની તપાસ દરમિયાન બેન્ક એકાઉન્ટ તેમજ ટેકનિકલ સોર્સના આધારે પોલીસે ઓનલાઈન ઠગો માટે બેન્ક એકાઉન્ટની ફેસીલીટી કરી આપનાર બે મદદગારને ઝડપી પાડ્યા છે.ટ્રાન્સફર વોરંટથી પકડાયેલામાં હાર્દિક ઉર્ફે રવિ રાજેશભાઈ પરમાર (લાઈટ હાઉસ બિલ્ડીંગ, રૈયા ગામ, રાજકોટ) અને નવાજ ફારૂક બુખારી (જામનગર રોડ, રાજકોટ) નો સમાવેશ થાય છે. બંને જણાએ 30 થી વધુ એકાઉન્ટની સવલત કરી ખાતાધારકોના ચેકો પર સહી લઈ ઉપરની લીંકના આકાઓને મોકલ્યા હોવાની વિગતો જાણવા મળી છે.

Reporter: admin

Related Post