વડોદરા: વોર્ડ નં.9 ના યુવા કાઉન્સિલર શ્રીરંગ પોતાના જન્મ દિવસ કેક કટીંગ કરી આંગણવાડીના બાળકોને સ્કુલ બેગ વિતરણ કરી સાથે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરીહતી.

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા અમૃત નગર ખાતે આવેલી આંગણવાડી ખાતે આંગણવાડીના બાળકો સાથે વોર્ડ નં.9ના યુવા કાઉન્સિલર પોતાના જન્મદિવસની આંગણવાડીના બાળકો સાથે કેક કટીંગ કરી ,બાળકોને સ્કુલ બેગ, નાસ્તો આપી પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

જન્મદિવસની ઉજવણીમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, સામાજિક કાર્યકર ગોપાલ સોરઠીયા, કિરણભાઈ, આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડીના બાળકોએ યુવા કાઉન્સિલર ને જન્મદિવસની શુભકામના આપી હતી.





Reporter: admin







