News Portal...

Breaking News :

પાલિકા તંત્રે અત્યાર સુધી કેટલા શહેરી તળાવોનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું અને હાલમાં કેવી સ્થિતિ છે એનો અભ્યાસ કરવો જોઈએ

2024-05-09 11:54:36
પાલિકા તંત્રે અત્યાર સુધી કેટલા શહેરી તળાવોનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું અને હાલમાં કેવી સ્થિતિ છે એનો અભ્યાસ કરવો જોઈએ


સુંદર બનાવેલા ગોરવાના તળાવની બદસુરતી શું કહે છે?  જૂના તળાવો જળ વિરાસત છે.આ તળાવોની સાચવણી વોટર મેનેજમેન્ટનું એક અંગ છે.તેની સાચવણી થવી જોઈએ અને તેનાથી લોકોને ફેફસામાં તાજી હવા ભરવાની જગ્યા મળવી જોઈએ.જો કે શહેરમાં કેટલાક તળાવોના સૌંદર્યવર્ધન આયોજન થી તળાવોની બળસુરતી યથાવત રહેવાની સાથે પાલિકાની તિજોરીને એના માથે પડેલા ખર્ચનો ઘસારો લાગ્યો છે. શહેરની મધ્યમાં આવેલા સિદ્ધનાથ તળાવનો કેસ ખૂબ જાણીતો છે.તેનું બ્યુટી ફિકેશન નિષ્ફળ ગયું અને પાલિકાએ ખર્ચેલા રૂપિયા લગભગ વેડફાયા છે. બીજું આવું જ તળાવ ગોરવા વિસ્તારમાં આવેલું કૃષ્ણનગર તળાવ છે.તેની સુંદરતા વધારવા છૂટે હાથે ખર્ચ કરવા છતાં લોકોના વેરાના નાણાં વેડફાયા છે અને તળાવ હતું એવું ને એવું બદસૂરત રહ્યું છે.હાલ આ તળાવમાં સવાલ ખડા કરતી ગંદગી છે અને તેની આજુબાજુ તારો લગાવીને પ્રવેશબંધી કરવી પડી છે.માછીમારો આ તળાવમાં માછલી પકડતા જોવા મળ્યા છે.


ક્યારેક ગોત્રી તળાવમાં આ પ્રકારની કામગીરી મોટા પાયે કરવામાં આવી હતી.સ્વાભાવિક છે કે ખર્ચ પણ મોટો થયો જ હશે.પણ પરિણામ કદાચ શૂન્ય મળ્યું છે. ખરેખર તો પાલિકાએ કેટલા શહેરી તળાવોનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું અને હાલમાં આ તળાવોની સ્થિતિનો અભ્યાસ કરીને,નિષ્ફળતાના કારણો તારવવા જોઈએ. તળાવોના નામે પાલિકાની તિજોરી તળિયા ઝાટક થાય અને તળાવો સુધરે જ નહિ એમાં કોઈ વહીવટી ડહાપણ જણાતું નથી.  તળાવોની ગન્દ્દગીની બાબતમાં નાગરિકોની બેજવાબદારી ની નોંધ લેવી જ પડે.લોકો તળાવો ને કચરો ઠાલવવાની જગ્યા ગણે છે.એટલે તળાવો જાળવવા માટે ગંદગી કરનારા ને દંડવાની ખાસ જરૂર છે. એવું કહેવાય છે કે જમીનની સપાટી હેઠળ ઘણી જગ્યાએ નદી જેવો જળ પ્રવાહ વહેતો હોય છે.સયાજીરાવ મહારાજે નિષ્ણાતો પાસે આ સંભવિત ભૂગર્ભ પ્રવાહો નો અભ્યાસ કરાવીને,જમીન તળે જળ પ્રવાહ હોય એવી જગ્યાઓ એ તળાવો ખોદાવ્યા હતા.વરસાદી પાણી આ તળાવોમાં વાળવાની વ્યવસ્થા કરી હતી.એટલે આ તળાવો બારેમાસ પાણી થી ભરેલા રહેતા.


વિકાસના નામે શહેરીકરણ ના ભૂતે આ વ્યવસ્થાઓ ખોરવી નાખી છે.પરિણામે પાણી વગરના તળાવો કચરાનો ઉકરડો બની ગયા છે. પાલિકા સાચા અર્થમાં તળાવોને સુંદર બનાવે,ગંદગી થવાના કારણો નું નિવારણ કરે એ લોક અપેક્ષા છે..

Reporter: News Plus

Related Post