કનડગતના વિરોધે પાલિકા અધિકારીઓ એકસાથે રજા પર.
કહેવાતા પત્રકારો અને આરટીઆઇ એક્ટિવિસ્ટની કનડગત સામે પાલિકા કર્મચારી–અધિકારીઓ આજે માસ CL પર.
પાલિકાના બે મુખ્ય અધિકારીના ત્રાસ ની પણ પાલીકા વર્તુળમાં ચર્ચા..
વડોદરા મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓની તરફથી ક્લાસ–1 અધિકારીઓએ તેમની રોજિંદી કામગીરીમાં પડતી મૂશ્કેલીઓ તેમજ ત્રાસદાયી ઇસમો દ્વારા થતી કનડગત અને માનસિક હેરાનગતિ અંગે આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. અધિકારીઓએ આવેદનમાં જણાવ્યું છે કે તેઓ આજથી માસ સી.એલ. (Mass Casual Leave) પર ઊતરી વિરોધ દર્શાવી રહ્યા છે. તેમજ આજે શુક્રવારથી બધા અધિકારીઓ રજા પર ઉતરી જશે તેવું પણ જણાવાયું છે.
ખાસ કરીને કહેવાતા પત્રકારો, આરટીઆઇ એક્ટિવિસ્ટો તથા અન્ય કેટલાક લોકો રોજિંદા કોર્પોરેશનની ઓફિસોમાં પહોંચી જઇને વિવિધ વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે કનડગત કરે છે, જેના કારણે સ્ટાફ પરેશાન બની ગયો છે. આરટીઆઇના નામે અનાવશ્યક રીતે હેરાનગતિ વધતી જતાં કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે. બિનસત્તા વાર માહિતી મળી છે કે પાલિકા ના બે મુખ્ય અધિકારી ના ત્રાસ ની પણ પાલીકા વર્તુળ માં ચર્ચા છે. અધિકારીઓએ આવેદનપત્ર આપીને આ તમામ બાબતો અંગે કમિશનરને રજૂઆત કરી છે.
Reporter: admin







