શહેરના પૂર્વ વિસ્તારમાં બનાવાયેલ સાયકલ ટ્રેક પાછળ પાલિકાના પૈસા પાણીમાં ગયા
વૃંદાવન ચારરસ્તા થી સરદાર એસ્ટેટ ઓવરબ્રિજ બનતા સર્વિસ રોડ બનવાનો હતો તો પછી સાયકલ ટ્રેક પાછળ ખર્ચ કેમ કર્યો?
જનતાના ટેક્સના નાણાં આયોજન વિના આડેધડ વાપરી નાખવા શું આ શહેરનો વિકાસ છે કે પછી પોતાના અને કોન્ટ્રાકટર ના આર્થિક લાભનો ઉદેશ

વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સ્થાઇ સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલના સમયમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ ખાતે વર્ષ 2023 માં પાણીની ટાંકી સુલેમાની ચાલથી ઉમા ચારરસ્તા થઇ વૃંદાવન ચાર રસ્તા થઇ સરદાર એસ્ટેટ થી પાણીની ટાંકી સુધીનો આશરે 4.5 કિલોમીટર નો સાયકલ ટ્રેક જે તે સમયના સમાચાર મુજબ 1.75 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ અહીં પાર્કિંગ સહિતના સાયકલ ટ્રેકમા આવતા દબાણો દૂર કર્યા વિના જ કોન્ટ્રાકટર દ્વારા ગુલાબી પટ્ટા ફક્ત પાડી દેવામાં આવ્યા હતા જેનો વિવાદ શરૂ થતાં સૂત્રોના જણાવ્યા અનુસાર ઇજારદારને 1.75 કરોડના બદલે 55 લાખ રૂપિયા નું ચૂકવણું કરવામાં આવ્યું હતું.પરંતુ આ સાયકલ ટ્રેક નો જનતા એક દિવસ માટે પણ ઉપયોગ કરી શકી ન હતી કારણ કે સાયકલ ટ્રેક ધારાધોરણો વિનાનો હતો સાયકલ ટ્રેકમા ઝાડ,વાહન પાર્કિંગ, રસ્તાઓ પણ સરખા કરાયા ન હતા તદ્પરાંત લારીઓ પથારાવાળઓના દબાણો ક્યારેય હટ્યા જ નહોતા પરિણામે આ માત્ર ગુલાબી પટ્ટા વાળા સાયકલ ટ્રેક નો જનતા ઉપયોગ જ ન કરી શકી. વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા આડેધડ રીતે કામગીરી કરવામાં આવી હતી જેમાં જનતાના ટેક્સના પૈસા તથા રાજ્ય સરકારના પૈસા નો અન્ય શહેરોની દેખાદેખીમા આંધળું અનુકરણ કરવામાં આવ્યું પરંતુ તેમ છતાં અમદાવાદ અને સુરતની તુલનાએ વિકાસમાં ઘણું પાછળ રહ્યું સ્માર્ટ શહેર જે ખુદ ભાજપના જ જે તે સમયે પ્રદેશ પ્રમુખ તથા મુખ્યમંત્રી દ્વારા પણ ટકોર કરવી પડી હતી પરંતુ વડોદરામાં રાજકીય નેતાઓ અને કહેવાતી સ્માર્ટ નગર પાલિકાના બુદ્ધિનું પ્રદર્શન કરતાં કેટલાંક પદાધિકારીઓ એટલા તો જાડી ચામડીના બની ગયા છે જેઓને કોઇ જ શરમ નથી બિલકુલ ઢીટ બની ગયા છે. શહેરમાં સ્થિતિ હવે એવી છે કે કેટલાક નેતાઓ, નગરસેવકો કે પદાધિકારીઓ પદ કે સતા મળી છે ત્યારે પોતાનો આર્થિક વિકાસ પ્રથમ કરી લેવો તેવું માની રહ્યા છે. શહેરમાં ઘણા પ્રોજેક્ટ અથવા તો કામગીરી પાછળ પૈસા તો ખર્ચવામાં આવ્યા પરંતુ તે સ્માર્ટ પાલિકાનાં સ્માર્ટ નહીં બનેલા પદાધિકારીઓ ને કારણે તે કામગીરી પાછળ ખર્ચવામાં આવેલ પૈસા પાણીમાં ગયા અથવા તો કોન્ટ્રાકટર કે પછી કેટલાકને પોતે લાભ મળ્યો પરંતુ જનતાને તેનો લાભ મળ્યો જ નથી અથવા તો એમ કહી શકાય કે નહિવત જ મળ્યો છે અને તે પ્રજાના ટેક્સના પૈસા અથવા તો સરકારી નાણાંનો વ્યય થયો છે ત્યારે ખરેખર તો સરકારે જે તે પદાધિકારીઓ પાસેથી આ નાણાંની વસૂલાત કરાવવી જોઇએ તો જ આ આયોજન વગર વિકાસના નામે કરાતી આડેધડ કામગીરી, નાણાં નો વ્યય અને કોન્ટ્રાકટર કે કેટલાક પદાધિકારીઓ નો પોતાના વિકાસ પર અંકુશ આવે.લગામ લાગે બાકી આ રીતે ઘણાં પદાધિકારીઓ પાલિકા અને સરકારની તિજોરીને ખાલી કરતા રહેશે. આવી જ એક કામગીરી અન્ય શહેરોની નકલ કરી દૂરંદેશી આયોજન વિના કરી દેવામાં આવી હતી જેનો શહેરની જનતા એક દિવસ માટે પણ લાભ ન લઇ શકી અને આખરે આ નાણાં વેડફાઇ ગયા. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સ્થાઇ સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલના સમયમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ ખાતે વર્ષ 2023 માં પાણીની ટાંકી સુલેમાની ચાલથી ઉમા ચારરસ્તા થઇ વૃંદાવન ચારરસ્તા થઇ સરદાર એસ્ટેટ થી પાણીની ટાંકી સુધીનો આશરે 4.5 કિલોમીટર નો સાયકલ ટ્રેક જે તે સમયના સમાચાર મુજબ 1.75 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ અહીં પાર્કિંગ સહિતના સાયકલ ટ્રેકમા આવતા દબાણો દૂર કર્યા વિના જ કોન્ટ્રાકટર દ્વારા ગુલાબી પટ્ટા ફક્ત પાડી દેવામાં આવ્યા હતા જેનો વિવાદ શરૂ થતાં સૂત્રોના જણાવ્યા અનુસાર ઇજારદારને 1.75 કરોડના બદલે 55 લાખ રૂપિયા નું ચૂકવણું કરવામાં આવ્યું હતું.પરંતુ આ સાયકલ ટ્રેક નો જનતા એક દિવસ માટે પણ ઉપયોગ કરી શકી ન હતી કારણ કે સાયકલ ટ્રેક ધારાધોરણો વિનાનો હતો સાયકલ ટ્રેકમા ઝાડ,વાહન પાર્કિંગ, રસ્તાઓ પણ સરખા કરાયા ન હતા તદ્પરાંત લારીઓ પથારાવાળઓના દબાણો ક્યારેય હટ્યા જ નહોતા પરિણામે આ માત્ર ગુલાબી પટ્ટા વાળા સાયકલ ટ્રેક નો જનતા ઉપયોગ જ ન કરી શકી. બીજી તરફ સરદાર એસ્ટેટ થી વૃંદાવન ચારરસ્તા સુધી ઓવરબ્રિજ બનાવવાનું આયોજન નક્કી હતું તો પછી બ્રિજ નીચે એટલે કે વૃંદાવન ચારરસ્તા થી સરદાર એસ્ટેટ તરફના સર્વિસ રોડ પર બનેલા ગુલાબી પટ્ટા વાળા સાયકલ ટ્રેક પર કેવી રીતે સાયકલ ચલાવવી શક્ય બને? વૃંદાવન ચારરસ્તા થી સરદાર એસ્ટેટ તરફનો સાયકલ ટ્રેક તો વિચિત્ર બનાવવામાં આવ્યો હતો જ્યાં વૃંદાવન ચારરસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપ ના એન્ટ્રી અને એક્ઝિટ પર જ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો જ્યાં પેટ્રોલ ડીઝલ ભરાવનારા વાહનોની ભીડ હોય છે આવા સ્થળે સાયકલ કેવી રીતે ચાલી શકે?આ સાયકલ ટ્રેક પર કેટલાક ભાગોમાં પાણીની નલીકાની કામગીરી ને કારણે સાયકલ ટ્રેક ખોદી નાખવામાં આવ્યો હતો.હાલમા આ સાયકલ ટ્રેક પર કેટલાક જગ્યાએ ગુલાબી આછા પટ્ટા જોવા મળે છે પરંતુ આડેધડ વાહન પાર્કિંગ,લારી ગલ્લા શાળાઓના દબાણો યથાવત જોવા મળી રહ્યાં છે ત્યારે વૃંદાવન ચારરસ્તા થી સરદાર એસ્ટેટ સર્કલ તરફ ઓવરબ્રિજ ને કારણે સર્વિસ રોડ પર સાયકલ ટ્રેક પણ ખોવાઇ ગયો છે. ટૂંકમાં પાલાકાના સ્માર્ટ અધિકારીઓ ના દૂરંદેશી આયોજન વિના જનતાના ટેક્સના પૈસા, અથવા પાલિકા કે સરકારી નાણાંનો વ્યય થયો છે હવે પાલિકા તંત્ર દ્વારા સમા કેનાલ થી છાણી કેનાલ સુધીના સાયકલ ટ્રેક નું આયોજન છે જેમાં કેટલો સફળ આ સાયકલ ટ્રેક થશે તે તો આવનારા સમય જ બતાવશે.

ડિજિટલ સિટી બસસ્ટોપ હવે ભંગાર હાલતમાં
વડોદરા મહાનગરપાલિકામાં અગાઉ જ્યારે જિગીષાબેન શેઠ મેયર હતા તે સમયે શહેરમાં શહેરીજનોની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સરળ રહે તે માટે સિટી બસસ્ટોપ ને ડિજિટલ બનાવ્યા હતા આ ડિજિટલ સિટી બસસ્ટોપ ને સોલાર સિસ્ટમ સાથે એલ ઇ ડી ટીવી અને ડિજીટલ બોર્ડ મૂકવામાં આવ્યું હતું જેના પર મુસાફરોને ક્યાંની બસ કેટલા વાગ્યે આવશે અને જશે તે દર્શાવાતુ હતું તે બસસ્ટોપની જાળવણી અને નિભાવણી ન કરાતાં આજે ભંગાર બની ગયા છે જે ખર્ચ પણ. માથે પડ્યો અને જનતાને લાભ મળવાથી રહ્યો આજે આ ડિજિટલ સિટી બસસ્ટોપ ભંગાર બન્યા છે ભિખારી અને અસામાજિક તત્વો માટે નું સ્થળ બની ગયા છે.
સૂકા ભીના કચરા માટેના સ્ટેન્ડ પરના ડ્રમ ગાયબ
શહેરમાં સૂકાં અને ભીનાં કચરા માટે કિર્તી સ્તંભ, રાવપુરા સહિતના વિસ્તારોમાં ડ્રમ સ્ટેન્ડ બનાવી મૂકવામાં આવ્યા હતા તે થોડાક જ દિવસોમાં ગાયબ થઈ ગયા હતા અથવા તો કાટ આવી બિલકુલ નષ્ટ થઈ ગયા. બીજી તરફ કચરા કલેક્શન માટે ટ્રોલીઓ પાછળ નો ખર્ચ એળે ગયો. આજે ઘણી ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ ભંગાર બની છે.ટૂંકમાં સ્માર્ટ પાલિકાનાં બુદ્ધિશાળી અધિકારીઓ ને કારણે વિકાસના નામે જનતાની સુવિધાઓ ના નામે કરાયેલા ખર્ચ જેનો જનતા ઉપયોગ જ નથી કરી શકી અને આ પૈસાનો વેડફાટ થયો

Reporter: admin







