ગણપતિ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે. એક દિવસથી લઈને દસ દિવસ સુધીની ગણપતિ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવતી હોય છે, જેના અનુસંધાને વિસર્જન માટે શહેરમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે.

આ સંદર્ભે વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા કૃત્રિમ તળાવોની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓ નવલખી ખાતે આવેલા કૃત્રિમ તળાવ પર પહોંચ્યા હતા અને ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી.પાલિકા તરફથી જણાવાયું છે કે, ગણેશ વિસર્જન દરમિયાન શ્રદ્ધાળુઓને સુવિધા રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા સમયસર પૂર્ણ કરવામાં આવશે.



Reporter: admin







