વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વર્ષો થી ફૂટપાથ અને રસ્તાઓ પર નાના મોટા દબાણો ઉભા થયા હતા. જેના કારણે સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડતો હતો.

દુકાનદારો દ્વારા રસ્તા પર માલસામાન મૂકી દેવામાં આવતા ફૂટપાથ પર ચાલતા લોકો માટે જગ્યા જ ન રહેતી.નગર પ્રશાસન દ્વારા ખાસ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગેરકાયદેસર શેડ, ટેમ્પરરી બાંધકામ તથા ફૂટપાથ પર પડેલા સામાન હટાવી દીધા. આ કાર્યવાહી દરમિયાન પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું હતું જેથી કોઈ અણધાર્યો બનાવ ન બને.


Reporter: admin







