વડોદરા : પાલિકા દ્વારા લાભાર્થીઓને પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના હેઠળ લોન આપવામાં આવી છે.

પરંતુ લોન લેનાર લાભાર્થીઓને મળવા પાત્ર સર્ટિફિકેટો લાલબાગ પાસેના સેન્ટર હોમમાં બિનવારસી મળી આવ્યા છે.પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના ના પ્રમાણપત્રો બિન વારસી હાલતમાં મળી આવતા પાલિકાની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે.પ્રધાનમંત્રી યોજનાના લાભાર્થીઓને આપવામાં આવતા સર્ટિફિકેટમાં વેન્ડિંગ સર્ટિફિકેટ અને ધંધાના પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવે છે

પાલિકા દ્વારા દબાણ શાખાની કામગીરી દરમિયાન સ્વનીધિ યોજનાના લાભાર્થીઓને કે તેમના દબાણને દૂર કરવામાં આવતા નથી. લાભાર્થીઓને પ્રમાણપત્ર નહીં મળતા દબાણ શાખાની કામગીરીના રોષનો ભોગ બનવું પડવું પડતું હોય છે. પ્રમાણપત્ર વિતરણની કામગીરી કરવામાં પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની આળસ નજરે પડી છે.


Reporter: admin







