વડોદરા : ગુના નિવારણ શાખાએ આજે એકજ દિવસમાં તરસાલી અને મકરપુરા વિસ્તારમાં ત્રણ દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

આ દરોડામાં 225 દારૂની બોટલો મળી કુલ 80 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી સાગરીતોને ઝડપી પાડ્યા છે. દારૂનો જથ્થો આપનાર લિસ્ટેડ બુટલેગરને ફરાર જાહેર કર્યો છે. તરસાલી સોમનાથ નગરમાં રહેતો લિસ્ટેડ બુટલેગર પ્રવીણભાઈ લાલો પંચાલ ફરીથી જાહેરમાં દારૂ વેચતો હોવાની બાતમીથી પીસીબી પોલીસે તરસાલી અયોધ્યા નગર ટાઉનશિપની બાજુમાં ખુલ્લે ગ્રાઉન્ડમાં દારૂ વેચતા રાજેશ ઉર્ફે નાયક ભાઈલાલભાઈ બજાણીયા ની ઝડપી પાડ્યો હતો. તેની પાસેના બોક્સમાંથી દારૂની 141 બોટલ મળી આવી હતી . રાજેશે પોલીસને જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો તરસાલી સોમનાથ નગર પાછળ ફ્લેટમાં રહેતો પરેશ પટેલ આપી ગયો છે.અને પરેશ પટેલ આ જથ્થો લાલા પંચાલ પાસેથી લાવે છે. પરેશ પટેલે મને 12000 રૂપિયાના પગારથી રાખ્યો છે.ઉલ્લેખનીય છે કે લાલા પંચાલ સામે અગાઉ પણ દારૂના કેસો થયા છે.

અગાઉ બે પોલીસ જવાનો સાથે નાણાકીય લેવડદેવડનો તેનો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયો બુટલેગરે જ વાયરલ કર્યો હોવાને પણ શંકા ઉભી હતી.બીજો દરોડો મકરપુરા ગામ પાસે પોલીસે પાડ્યો હતો અને ગુલાબસિંહ દોલતસિંહ ઠાકોરને દારૂની 28 બોટલ સાથે ઝડપી પાડ્યો હતો.ત્રીજો દરોડો પણ મકરપુરા ગામ જીજીમાતના મંદિર પાસે પાડ્યો હતો અને આસિફ અલ્લાઉદ્દીન શેખને વિદેશી દારૂની 68 દારૂની બોટલો સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે આ ત્રણ દરોડામાં 225 દારૂની બોટલો અને 80 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ વિસ્તારમાં અન્ય એક આરોપી મુકેશ માખીજાની પણ દારૂ વેચી રહ્યો છે. પરંતુ પોલીસના દરોડાની જાણ થતાં તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
Reporter: admin