આજવા રોડ પર જોખમ
અકસ્માતની શક્યતા, નાગરિકોમાં ભય
વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારના એકતા નગર જવાના ચાર રસ્તા પર પાલિકા દ્વારા મુકવામાં આવેલ વરસાદી કાંસનું લોખંડનું ઢાંકણ ગાયબ થતાં આસપાસના નાગરિકોમાં ભયનું માહોલ છે. ભારે ટ્રાફિક વાળા આ માર્ગ પર ઢાંકણ વગરનું ખુલ્લું કાંસ અકસ્માતનું આમંત્રણ આપી રહ્યું છે.
વાહનચાલકો અને પદયાત્રીઓ માટે આ ખુલ્લું ખાડું જીવલેણ સાબિત થઈ શકે છે. સ્થાનિક લોકોએ પાલિકા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરીને નવું ઢાંકણ મુકવા માંગ કરી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો કોઈપણ ક્ષણે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.
Reporter: admin







