2304 બિયર ટીન જપ્ત, રૂ.5.06 લાખનો માલ
વડોદરા રેલવે મેમુ યાર્ડની ઓરડીમાં પાણીની ટાંકી પાસે દારૂનો જથ્થો છુપાવવાનો મામલો બહાર આવતા ખળભળાટ મચ્યો છે.

રેલવે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મેમુ શેડ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન રૂ. 5.06 લાખ કિંમતના કુલ 2304 નંગ બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો રેલવેનો જ કર્મચારી અને માથાભારે બુટલેગર તરીકે ઓળખાતો રૂબીન ઉર્ફે યુસુફ મિયા શેખનો છે. આરોપી છેલ્લા બે સપ્તાહથી ફરાર હતો, પરંતુ રેલવે પોલીસએ તેને અંતે રેલવે કોલોની પાસેથી ઝડપી પાડ્યો.
રૂબીન ઉર્ફે કટ્ટે શેખ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટ દ્વારા રિમાન્ડ નામંજૂર થતાં તેને સીધો જ જેલહવાલે મોકલી દેવાયો છે. આ ઘટનાથી રેલવેના માળખામાં જ છુપાવેલા દારૂના કાંડ સામે આવતા ફરી એકવાર ચર્ચા જગાઈ છે કે રેલવેની અંદર દારૂનો ધંધો કેવી રીતે ચાલે છે અને તેમાં કોનો હાથ છે.
Reporter: admin







