News Portal...

Breaking News :

વડોદરામાં ગેરકાયદેસર દબાણો પર પાલિકાનો ડંડો

2025-09-16 13:43:56
વડોદરામાં ગેરકાયદેસર દબાણો પર પાલિકાનો ડંડો


ઓપી રોડ વિસ્તારમાં ૩૩ થી વધુ દબાણો દૂર, પાલિકાની દબાણ શાખાની કાર્યવાહી



સ્થાનિક પોલીસની હાજરીમાં દુકાનો-શેડ સહિત ઓરડાઓનો સફાયો

વડોદરા શહેરમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટતાં મહાનગરપાલિકાની દબાણ શાખાએ સખત કાર્યવાહી શરૂ કરી છે. વોર્ડ નંબર ૧૧ના ઓપી રોડ વિસ્તાર ખાતે આવેલ રિલાયન્સ મોલની બાજુમાં સંતોષનગર વુડા મકાનો નજીક રહીશો તથા વેપારીઓ દ્વારા વર્ષોથી ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર પાલિકાએ ડંડો ચલાવ્યો હતો. કુલ મળીને ૩૩ થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં શેડ, નાની દુકાનો તેમજ ઓરડાઓનો સમાવેશ થાય છે. 


આ કાર્યવાહી દરમ્યાન સ્થાનિક પોલીસ તંત્ર, પાલિકાના દબાણ અધિકારીઓ તેમજ વોર્ડના નગરસેવકો હાજર રહ્યા હતા. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં માર્ગ પર તથા જાહેર સ્થળોએ ઉભા કરાયેલા દબાણોને હવે કોઈપણ રીતે સહન કરવામાં નહીં આવે અને આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની સઘન કામગીરી હાથ ધરવામાં આવશે. રહેવાસીઓએ પાલિકાની કામગીરીથી રાહત અનુભવ્યો છે કારણ કે ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિકમાં અવરજવર સહિત ઘણી મુશ્કેલીઓ ઉભી થતી હતી. પાલિકાની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો ગયો છે કે શહેરમાં ગેરકાયદેસર કબજાઓને હવે જગ્યા નહીં મળે.

Reporter: admin

Related Post