તંત્રની કાર્યવાહી વિના વિદ્યાર્થીઓની ચેતવણી
વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ત્રણ દિવસ પહેલાં થયેલી મારામારીની ઘટનાને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે.

ઘટનામાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ ઘટનાના ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં યુનિવર્સિટીના તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મુદ્દે આજે વિદ્યાર્થિ સંગઠનો એકજૂથ થઈ હેડ ઓફિસ ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે, યુનિવર્સિટીએ ચાર કરોડનો ખર્ચ કરી સિક્યુરિટી મુકવામાં આવી છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સાબિત થઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આજે સાંજે છ વાગ્યા સુધી મારામારી અંગે એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. આ સમગ્ર મુદ્દે હવે સૌની નજર તંત્રના નિર્ણય પર છે કે તેઓ ક્યારે સુધી મૌન સાધી રાખશે અને લુખ્ખા તત્વો પર નિયંત્રણ લાવવા માટે કયા પગલાં લેશે.



Reporter: admin







